રાજનાથસિંહની અધિકારીઓને તાકીદ, એક સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ સુધારો
રાજનાથસિંહની અધિકારીઓને તાકીદ, એક સપ્તાહમાં કાશ્મીરની સ્થિતિ સુધારો
કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે સુરક્ષાબળોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી એક સપ્તાહમાં સ્થિતિ સુધારવા કહ્યું છે. સાથોસાથ એવા લોકો સામે કડક હાથે કામ લેવા પણ આદેશ આપ્યા છે કે જે જમ્મુ કાશ્મીરમાં હિંસામાં જવાબદાર છે અને યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. તેમણે સુરક્ષાબળોએ એ પણ કહ્યું કે, એક સપ્તાહની અંદર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ બનાવવાનો યથાર્થ પ્રયાસ કરવામાં આવે.

જમ્મુ #કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે સુરક્ષાબળોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી એક સપ્તાહમાં સ્થિતિ સુધારવા કહ્યું છે. સાથોસાથ એવા લોકો સામે કડક હાથે કામ લેવા પણ આદેશ આપ્યા છે કે જે જમ્મુ કાશ્મીરમાં હિંસામાં જવાબદાર છે અને યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. તેમણે સુરક્ષાબળોએ એ પણ કહ્યું કે, એક સપ્તાહની અંદર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ બનાવવાનો યથાર્થ પ્રયાસ કરવામાં આવે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે રાજનાથસિંહથી બેઠક અંદાજે એકાદ કલાક જેટલી લાંબી ચાલી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષાબળોએ કાશ્મીર ઘાટીમાં હિંસાને પ્રોત્સાહન આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ અને એમની સામે ગુનો નોંધવો જોઇએ. કારણ કે છેલ્લા 65 દિવસોથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બની રહ્યું છે.
અહીં નોંધનિય છે કે, 8 જુલાઇએ હિજબુલ મુજાહુદ્દિનના કમાન્ડર બુરહાની વાનીને સેનાએ અથડામણમાં ઠાર કર્યો હતો. જે બાદ ઘાટી વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર