સાળી પાસે બનેવીએ રૂપિયા લઇ એફડી કરાવી, મજબૂરીનો ફાયદો ઉઠાવી આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 27, 2019, 8:47 AM IST
સાળી પાસે બનેવીએ રૂપિયા લઇ એફડી કરાવી, મજબૂરીનો ફાયદો ઉઠાવી આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સાળીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ : શહેરના વેજલપુર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાળી અને બનેવીના સંબંધોને લજવી નાખે છે. બનેવીએ સાળી પાસેથી રૂપિયા લઇ તેની એફડી કરાવી હતી. સાળીએ પૈસા પરત માંગતા બનેવીએ તે રૂપિયા પરત આપ્યા ન હતા પણ સાળીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સમગ્ર મામલે સાળીએ બનેવી સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

37 વર્ષની મહિલા તેના પરિવાર સાથે જીવરાજપાર્ક વિસ્તારમાં રહે છે. યુવતીની કુલ ચાર બહેનો એમ પરિવારમાં પાંચ દીકરીઓ છે. તમામ બહેનોના લગ્ન પણ થઇ ગયા છે. વર્ષ 2002માં યુવતીના પિતા નિવૃત્ત થતાં તેમણે બે લાખ રૂપિયા આવ્યા હતા. જે રૂપિયામાંથી પાંચેય બહેનોને 60 હજાર આપ્યા હતા. પણ આ મહિલાએ રૂપિયા લીધા ન હતા અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દીધા હતા. પણ તેમનો બનેવી એલઆઇસીમાં નોકરી કરતો હોવાથી તે રૂપિયા એલઆઇસીમાં મૂકી વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. વર્ષ 2013થી લઇ આજદીન સુધી આ જમા કરેલા 70 હજાર રૂપિયા મહિલાને તેના બનેવીએ આપ્યા ન હતા. અવાર નવાર બનેવીએ ધમકીઓ આપી અને તેના પતિને છોડી મૂકવાની વાતો કરી હતી. જો એવું નહીં કરે તો તેની બાળકીને ઉઠાવી જશે તેવી ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો - તસ્કરોની દિવાળીઃ ચાંદખેડા બાદ એલિસબ્રિજમાં જવેલર્સ શો રૂમમાં ચોરી

આખરે બંનેવીથી ત્રસ્ત થઇને મહિલાએ વેજલપુર પોલીસસ્ટેશનમાં બનેવી સામે આઇપીસી 406, 420, 467, 468 અને 509 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: October 27, 2019, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading