ઓવરલોડ વાહન પાસેથી દંડ વસુલી જવા દેવા તે વાહન વ્યવહાર નિયમનું ઉલ્લંઘન, મામલો HCમાં પહોંચ્યો


Updated: February 26, 2020, 10:22 PM IST
ઓવરલોડ વાહન પાસેથી દંડ વસુલી જવા દેવા તે વાહન વ્યવહાર નિયમનું ઉલ્લંઘન, મામલો HCમાં પહોંચ્યો
પ્રતિકાત્મક તસવીર

કાયદો જે વાતની છૂટ નથી આપતો તેવી બાબતનું નોટિફિકેશન બહાર પાડી રસ્તા પર લોકોના જીવ જોખમાય તે મતલબનું નોટીફિકેશન રજૂ ન થવું જોઈએ તેવી અરજદારની માંગણી

  • Share this:
વાહન વ્યહવારના અધિનીયમ 177(એ)ને હાઇકોર્ટમાં પડકારાયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં ઓવરલોડ વાહનો પાસે દંડ અને બમણી ફી વસૂલી તેમને જવા દેવામાં આવે તે મતલબના રાજ્ય સરકારના નોટિફિકેશનને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. કાયદો જે વાતની છૂટ નથી આપતો તેવી બાબતનું નોટિફિકેશન બહાર પાડી રસ્તા પર લોકોના જીવ જોખમાય તે મતલબનું નોટીફિકેશન રજૂ ન થવું જોઈએ તેવી અરજદારની માંગણી છે.

ઓવરલોડ વાહનો અટકાયત અને જપ્તી કરવાના બદલે બમણી વસુલી જતા કરવા અંગેનું નોટિફિકેશન મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઇથી વિપરીત હોવાની અરજદારની રજૂઆત. વાહન વ્યહવારના અધિનીયમ 177(એ) જે વાહન વ્યહવારના અધિનીયમ 177નું જ ઉલ્લંઘન કરે છે.

તેને રદ્દ કરવા પિટિશનમાં દાદ માંગવામાં આવી છે. સાથે સાથે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે, અમો અરજદાર કે અમારા જેવા અન્ય પ્રમાણિક ટ્રાન્સપોર્ટરો જે ક્યારેય પણ પોતાના વાહનોમાં નીયમથી વધુ માલસામાન નથી ભરતા તેવા પ્રમાણિક ટ્રાન્સપોર્ટરોને પણ આવા ગેરકાયદેસર અધિનિયમો તેમના વાહનોમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ સામન ભરવા માટે પ્રેરણા પૂરી પાડે છે, તથા આવા ઓવરલોડ વાહનોના લીધે સામાન્ય પ્રજાનો જીવ જોખમમાં મુકાય છે. તેથી આવા ગેરબંધારણીય અધિનિયમ રદ જોઈએ.

આપને જણાવી દઈએ કે, વાહન વ્યહવારના અધિનીયમ 177 મુજબ ઓવરલોડ વાહનોની અધિકૃત અધિકારીએ અટકાયત અને જપ્તી કરવી તેવી જોગવાઈ છે. આજે હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે અને આગામી મુદત સુધીમાં આ મુદ્દે તમામ પક્ષકારોને ખુલાસો કરવા આદેશ આપ્યો છે.
First published: February 26, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading