Vikas Dubey Encounter: જ્યારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયું

Jay Mishra | News18 Gujarati
Updated: July 10, 2020, 5:55 PM IST
Vikas Dubey Encounter: જ્યારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયું
લતીફની તસવીર

ઉત્તર પ્રદેશમાં પોલીસ પર હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરનાર વિકાસ દૂબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે ત્યારે ગુજરાતના એ એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી હતી

  • Share this:
અમદાવાદ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈન (Ujjain)થી કાનપુર લાવવામાં આવી રહેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dubey) એન્કાન્ટરમાં (Encounter) ઠાર મરાયો છે. ભાગવાના પ્રયાસમાં તેને પોલીસની ગોળીઓ વાગી છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પોલીસના એન્કાઉન્ટરો ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર જાતજાતની ડિબેટ થઈ રહી છે. જોકે, કાનપુરથી લગભગ 1068 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ શહેરને આ ઘટના નથી પરંતુ ગુજરાતના શહેર અમદાવાદ અને વડોદરામાં આ આ એન્કાઉન્ટરની ફિલ્મો જેવી કહાણી સાથે ભૂતકાળના કમાડ ખુલી જાય છે. અસામાજિક અને માથાભારે તત્વો દેશના અને વિશ્વના દરેક ખૂણે પાક્યા છે અને પોલીસ સાથેની અથડામણોમાં અનેક વાર ઠાર મરાયા છે. ગુજરાતે પણ આવા એન્કાઉન્ટર જોયા છે. આ એન્કાઉન્ટરોમાં અમદાવાદના માફિયા લતીફ અને વડોદરાના રાજુ રિસાલદારનું એન્કાઉન્ટ ખૂબ જ ચર્ચાયું છે. આ બંને ડોનના કિસ્સાઓ આજે પણ આ શહેરોના કોઈક ખુણે જીવંત છે.

રાતના અંધારામાં લતીફે પોલીસ પર સાપ ફેંક્યો અને...

કુખ્યાત ડોન લતીફની કહાણીથી કોઈ અપરીચિત હોય તેવું ભાગ્યે જ બનશે. અમદાવાદમાં દારૂથી લઈને પ્રોપર્ટી ખાલી કરાવવાના ધંધામાં કાઠું ગયેલા જૂના અમદાવાદના લતીફને આખું ગુજરાત લતીફ ભાઈના નામથી ઓળખતું હતું. લતીફ પર અનેક લોકોની હત્યા અને ગુનાહિત કૃત્યાના આરોપનામાની ભરમાર હતી. વર્ષ 1997માં રાજ્યમાં શંકરસિંહ બાપુના રાજપાની સરકાર હતી અને લતીફ ઝડપાઈ ગયો હતો. પોલીસે ખુબ ગડમથલ પછી તેને જડપી પાડવામાં સફળતા મેળવી હતી.

એક મર્ડર કેસની તપાસ સબબ લતીફને રાત્રે લઈ જવામાં આવી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના વાહનોના કતારબંધ કાફલામાં લતીફ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એન. આર. પરમાર હતા. લતીફને જે કાફલામાં લઈ જવામાં આવ્યો હતો તેમાં પોલીસ ઇન્સપેક્ટર તરૂણ બારોટ હતા. જાણકારોના મુજબ લતીફને તેમણે ગાડીમાં પૂછ્યું કે કુછ ખાના હે ત્યારે તેણે ના પાડી પરંતું તે નાના બાળકની જેમ રડવા લાગ્યો હતો. રાત્રીના અંધકારમાં બે વાગ્યાની આસપાસ પોલીસનો કાફલો અમદાવાદ એરપોર્ટના કોતરપુર વોટરવર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે લતીફને કુદરતી હાજતે જવા માટે વાહન ઊભું રાખ્યું તે સમયે તેણે પોલીસ પર એક સાપ ફેંકીને પોલીસને બેધ્યાન કર્યા અને તે જાપ્તામાંથી ફરાર થયો છે. તેને રોકોવા માટે એસઆરપી જવાને પણ બે રાઉન્ડ ગોળીબાર કર્યો છે. અમદાવાદ શહેરમાં તમામ ઠેકાણે નાકબંધી કરવામાં આવી. આ વાયરલેસ મેસેજના બે કલાક બાદ પોલીસ સાથેની અથડામણમાં લતીફ ભૂતિયા બંગલામાં ઠાર મરાયો.

આ પણ વાંચો :  પોલીસ હત્યાકાંડમાં વિકાસ દુબેની પત્નીની ભૂમિકા નથી, પોલીસે છોડીરાજુ રીસાલદાર : એ કુખ્યાત ડોન જેણે એક તંત્રીની હત્યા કરી અને લોક જુવાળ ઉઠ્યો

રાજુ રીસાલદાર વડોદરાનો નામી ગુંડો હતો. 1990ના દશકમાં વડોદરામાં સાશન તો ગુજરાત સરકારનું હતું પરંતુ રાજ રાજુ રીસાલદારનું હતું. રાજુ પોતાની પ્રાઇવેટ કોર્ટ ચલાવતો હતો અને લોકો તેની પાસે તેના દરબારમાં જતા. રાજુ જે ન્યાય તોળે તે સર્વસામાન્ય ગણાતો હતો. રાજુના ગુંડાઓ વડોદરામાંથી ખંડણી ઉઘારવાતા. યામાહા પર આવતા તેના ગુંડાઓની અલગ ઓળખ હતી.

વર્ષ 1993માં વડોદરામાં એક હત્યા થઈ. આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ સંદેશ અખબારના નિવાસી તંત્રી દિનેશ પાઠકની હતી. રાજુ રિસાલદાર અને તેના માણસોએ અખબારની ઓફિસના પગથિયે પાઠકની કરપીણ હત્યા કરી નાખી. એ સમયે રાજ્યના ખૂબ જાણીતા આઇપીએસ અધિકારીઓ અતુલ કરવાલ અને એ.કે. સિંગ વડોદરામાં પરજ બજાવતા હતા. રાજુએ વડોદરા છોડી અને સલામત સ્થળ પકડી લીધું હતું. વડોદરામાં પાઠકની મોતનો પડધો પડ્યો. ઠેરઠેર રેલીઓ નીકળી અને રાજુ વિરુદ્ધ લોક જુવાળ ફાટી નીકળ્યો.

આ પણ વાંચો :  સુરત : CA યુવતીના આપઘાતનો મામલો, પંછીલાને મજબૂર કરનારા 3 વ્યક્તિ વિરુદ્ધ 'દુષ્પ્રેરણા'નો ગુનો નોંધાયો

પોલીસને માહિતી મળી કે રાજુ મુંબઈમાં સંતાયો છે. કરવાલ અને સિંઘ જાતે જ ટીમ સાથે મુંબઈ પહોંચી ગયા. માહિતીના આધારે રાજુ રિસાલદાર ઝડપાઈ ગયો. પોલીસ બાય રોડ રાજુને વડોદરા લઈને આવી રહી હતી. પોલીસ ફરિયાદ મુજબ વડોદરાના પ્રવેશ પહેલાં જ રાજુએ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસની ગોળીએ વિંધાયો. ચીમન ભાઈ પટેલની સરકારમાં રાજુ રીસલાદારનું એન્કાઉન્ટ થયું. આમ ગુજરાત પોલીસની ગોળીએ પણ નામચીન ગુનેગારો વિંધાયા હોવાનો એક ઇતિહાસ છે. આ ઘટના બાદ પણ ગુજરાતમાં અનેક ગુંડાઓનાં એન્કાઉન્ટ થયા.
Published by: Jay Mishra
First published: July 10, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading