કોંગ્રેસનું વર્તન પાકિસ્તાની પાર્ટી જેવું, BJP હારે તો પાક.માં ફટાકડા ફૂટે: રૂપાણી

News18 Gujarati
Updated: March 25, 2019, 7:36 AM IST
કોંગ્રેસનું વર્તન પાકિસ્તાની પાર્ટી જેવું, BJP હારે તો પાક.માં ફટાકડા ફૂટે: રૂપાણી
વિજય રૂપાણી - ફાઈલ ફોટો

એક બાજુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપાએ આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ - ગાંધીનગર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજ્યના બંને મોટા પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક બાજુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપાએ આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ મહેસાણામાં વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહાર શરૂ કરી દીધો છે. તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી હોય તેવું સતત વર્તન કરી રહી છે. ભાજપા આ લોકસભા ચૂંટણી હારશે તો, પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે બંને પાર્ટી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિજય રૂપાણીએ આજે વધુ એક રાજકીય આક્ષેપ કરતા કહ્યું કે, પાકિસ્તાન જે રીતે ચૂંટણી જીતવા નિવેદનો કરી રહ્યું છે તે જોતા લાગે છે કે, કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે.

સીએમ રૂપાણીએ એવું પણ કહ્યું કે, જો ભાજપા લોકસભા ચૂંટણી હારી જાય તો, પાકિસ્તાનમાં દિવાળી જેવો માહોલ થાય અને ત્યાં જોરશોરથી ફટાકડા ફૂટશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી હતી ત્યારે પણ ભાજપ દ્વારા આ રીતના નિવેદનો કરવામાં આવ્યા હતા, તે સમયે ભાજપા દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે, નીતિશકુમાર ચૂંટણી જીતશે તો, પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે, પરંતુ હાલ વિરુદ્ધ પરિસ્થિતિ જોવા મળી રહી છે, બિહારમાં લોકસભા ચૂંટણી ભાજપા અને નીતિશકુમાર સાથે રહી લડી રહ્યા છે. જેથી ચર્ચા થઈ રહી છે કે, વિજય રૂપાણીનું આ નિવેદન માત્ર રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનું છે.તો આ બાજુ વિજય રૂપાણીના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પાકિસ્તાનને ટ્વીટ કરી શુભેચ્છાનો લવ લેટર લખે છે, તેમને વિજય રૂપાણીએ સલાહ આપવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી મત લેવા માટે લોકોને ઉશ્કેરી રહી છે. ભાજપા પાકિસ્તાનનો સહારો લઈ યુવાનોને ઉશ્કેરી મત મેળવવા માંગે છે, પરંતુ પ્રજા સમજુ છે, તે ભાજપાના આવા રાજકીય નિવેદનોને સમજે છે, અને ચૂંટણીમાં તેનો જવાબ પણ આપશે. ભાજપાએ માત્ર નિવેદનોને બદલે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ નક્કર પગલા લેવા જોઈએ.
Published by: kiran mehta
First published: March 24, 2019, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading