ડિજિટલ 'યુદ્ધ' : 'મને ખબર નથી' સામે 'પાકી ખબર છે મને'નો ટ્રેન્ડ ચાલ્યો


Updated: July 9, 2020, 2:04 PM IST
ડિજિટલ 'યુદ્ધ' : 'મને ખબર નથી' સામે 'પાકી ખબર છે મને'નો ટ્રેન્ડ ચાલ્યો
ટ્વીટર પર મને ખબર નથી ટ્રેન્ડ ચાલ્યો હતો.

સુરત ખાતે મુખ્યમંત્રીના સ્વાભાવિક જવાબ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #મને ખબર નથી એવો ટ્રેન્ડ શરૂ થયો હતો.

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સુરતમાં વધી રહેલા કોરોના કેસ મામલે સુરત મુલાકાતે ગયા હતા. સુરતની તેમની આ મુલાકાત દરમિયાન તેમણે પત્રકાર પરિષદ (CM Rupani Surat Press Conference) પણ સંબોધી હતી. આ દરમિયાન એક પત્રકારે કોરોના મહામારી (Corona Pandemic)ના ભોગ બનનાર દર્દીઓના આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારે મુખ્યમંત્રીને સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવા અંગે સવાલ પૂછતા જવાબમાં મુખ્યમંત્રી "મને ખબર નથી" (I don't know Twitter trend)એવો ઉત્તર આપ્યો હતો. (આ પણ વાંચો : સુરતમાં 10 તારીખથી હીરા બજાર શરૂ થશે : નવી ગાઇડલાઇન જાહેર, આટલા નિયમો પાળવા પડશે )

મુખ્યમંત્રીના સ્વાભાવિક જવાબ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #મને ખબર નથી એવો ટ્રેન્ડ ચાલુ થયો હતો. જેમાં જુદી જુદી ટીપ્પણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આપેલા નિવેદન 'ખબર નથી મને' મામલે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. (આ પણ વાંચો : કોરોનાથી સુરતના ડાયમંડ ઉદ્યોગને 1,000 કરોડનું નુકસાન, બે મહિના ઉદ્યોગ શરૂ થાય તેવી શક્યતા નહિવત)હવે આ ટ્રેન્ડ સામે #પાકી ખબર છે મને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપના આઇટીસેલ દ્વારા #પાકી ખબર છે મને એવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રજા હિતમાં લેવામાં આવેલા નિર્ણય અને કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. સાથે જ આ હેશ ટેગ સાથે સરકારની વિવિધ ઉપલબ્ધીઓને ગણાવવામાં આવી રહી છે. આ સાથે મુખ્યમંત્રી તરફથી સુરતમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સરકાર તરફથી શું નિર્ણયો લેવામાં આવ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 9, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading