કૉંગ્રેસની સરકારે ટેકાના ભાવ અને પાક વીમાની માંગણી કરનારા રાજ્યના ખેડૂતોને ગોળીએ વિંધ્યા હતા : CM રૂપાણી

કૉંગ્રેસની સરકારે ટેકાના ભાવ અને પાક વીમાની માંગણી કરનારા રાજ્યના ખેડૂતોને ગોળીએ વિંધ્યા હતા : CM રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસની સરકારને આડે હાથે લીધી હતી.

વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ કાર્યક્રમમાં કૉંગ્રેસને આડે હાથે લીધી નર્મદા, એમસએપી, વિજળી સહિતના મુદ્દે કૉંગ્રેસને કહી આ વાત

 • Share this:
  અમદાવાદ : આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈનો જન્મદિવસ છે. આજના દિવસે ભારતીયજનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના હસ્તે આજે આ દિવસે કિસાન કલ્યાણ સમ્મેલનો દ્વારા કિસાનોનું સન્માન કરી અને તેમના ખાતામાં સરકારી સહાયતા જમા કરાવવામાં આવી. આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કૉંગ્રેસને આડે હાથે લીધી.

  ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી, ક્યારેય ખરીદી નથી. ટેકાના ભાવ અને પાકવીમાની માંગણી કરનારા લોકોને તમારી સરકારે ગોળીએ દીધા હતા. આવા ખેડૂતોની ખાંભી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતોવખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે. પાક વીમામાં વીમા કંપનીની આડોડાઇ કાઢીને સરકાર પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા છે.  આ પણ વાંચો : સુરેન્દ્રનગર : બે તોતિંગ ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ, ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત

  વિજય રૂપાણીએ જણાવ્યું કે 'રાજ્યમાં નર્મદા યોજના દ્વારા ખેડૂતોને ગામે ગામ પાણાી આપવામાં આવી રહ્યું છે. આ એજ કૉંગ્રેસ છે જે સત્તામાં હતી ત્યારે તેણે કેન્દ્રમાં નર્મદા ડેમ પર દરવાજાના મૂકવાની પરવાનગી ન આપી અને વિકાસમાં રોડા નાખ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને ડેમનું કામ પૂર્ણ થયું. કૉંગ્રેસે વર્ષો સુધી આ યોજના અટકાવી રાખી. રાજ્યના ખેડૂતોને ધોળે દિવસે વીજળી આપવાની યોજના હોય કે ટેકાના ભાવે ખરીદી સરકારે ખેડૂતોનો હિત હંમેશા વિચાર્યુ છે.'

  સીએમ રૂપાણીએ ઉમેર્યુ કે 'રાજ્યમાં 1055 કરતા વધારે ગામમાં ખેડૂતોને દિવસે વીજળી મળવા લાગી છે. પીએમ મોદીએ નર્મદા યોજના પુરૂ કરી. રાજ્ય સરાકરે સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના 3500 તળાવો ભર્યા છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભર્યા છે. આજે કદાચ કુદરત રૂઠે તો ખેડૂતનું વર્ષ નિષ્ફળ ન જાય એ માટે મા નર્મદાના આશિર્વાદ ગામડે ગામડે પહોંચાડ્યા છે. જે દિવસે લાઇનો લાગતી હતી ત્યારે કૉંગ્રેસ કહેતી કે આ મુંગેરીલાલ કે હસીન સપને છે, જે સ્વપ્ન જોવે તે જ સાકાર કરી શકે છે'

  આ પણ વાંચો :  સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની બર્થ ડે પાર્ટીના કારણે હોબાળો, વીડિયો વાયરલ થતા અટકાયત

  ખેડૂતોના નામે આંદોલન કરનારા લોકોને પડકાર, ભૂતકાળમાં કૉંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ આપ્યા નથી, ક્યારેય ખરીદી નથી. ટેકાના ભાવ અને પાકવીમાની માંગણી કરનારા લોકોને તમારી સરકારે ગોળીએ દીધા હતા. આવા ખેડૂતોની ખાંભી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. અમારી સરકારે કદી ન મળેલા ટેકાના ભાવ આપ્યા છે. નરેન્દ્ર મોદીની સરકારે વખતોવખત ટેકાના ભાવ વધારી પૂરતા ભાવ આપ્યા છે. આ વર્ષે 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે. પાક વીમામાં વીમા કંપનીની આડોડાઇ કાઢીને સરકાર પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના લાવ્યા છે.
  Published by:Jay Mishra
  First published:December 25, 2020, 12:00 pm

  ટૉપ ન્યૂઝ