Home /News /madhya-gujarat /vijay rupani resignation: PM મોદી રાજ્યના CM તરીકે ફરી 'સરપ્રાઇઝ' આપશે? અટકળોનું બજાર ગરમ

vijay rupani resignation: PM મોદી રાજ્યના CM તરીકે ફરી 'સરપ્રાઇઝ' આપશે? અટકળોનું બજાર ગરમ

રાજ્યમાં નવા મુખ્યમત્રી તરીકે સંભવિત નામો

vijay rupani resigns: મુખ્યમંત્રી વિજય રૂપાણીની જેમ જ ફરી નવા મુખ્યમંત્રી તરીકે કોઈ 'સરપ્રાઇઝ' મળશે કે આ વખતે પણ લોકોની ધારણા ખોટી પડશે

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું (Vijay Rupani resign) આપ્યું છે. શનિવારે બપોરે રાજ્યપાલ (Governor of Gujarat)ને મળીને તેમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ સાથે હવે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી (New Chief Minister of Gujarat) કોણ તેના પર અટકળો ચાલી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું કેમ આપવું પડ્યું એના વિશે તર્ક વિતર્કો થઈ રહ્યા છે. દરમિયાન સૌની નજર આવતીકાલે મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠક પર છે (BJP Parliamentary Board Meeting) પર છે. દરમિયાન મુખ્યમંત્રી તરીકે અગાઉની જેમ જ નીતિન પટેલ (Nitin patel) મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) પરષોત્તમ રૂપાલા (Parshottam rupala) ગોરધન ઝડફિયા (gordhan Zadafia) પ્રફુલ પટેલ (praful Patel) સીઆર પાટિલ (CR Paatil)ના નામો ચર્ચામાં છે. ત્યારે શું વડાપ્રધાન મોદી (PM Modi) લોકોની અટકળો પૈકીનો કોઈ એક ચહેરો પસંદ કરશે કે પછી વિજય રૂપાણીની જેમ જ કોઈ 'સરપ્રાઇઝ' આપશે. સૌના મોઢે એક ચર્ચા છે કે પીએમ મોદીએ નક્કી કરેલા નામ પર મહોર લાગી ગઈ છે અને એ જ રાજ્યના આગામી સીએમ બનશે.

સરપ્રાઇઝ એલિમેન્ટનો ઇતિહાસ

પીએમ મોદી તેમના કાર્યકાળમાં હંમેશાથી અગાઉથી ચર્ચામાં હોય તેવા નામોથી વિપરીત નામની પસંદગી કરવા માટે ઓળખાય છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં આ વાત સર્વવિદત છે. અગાઉ જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે નીતિન પટેલનું નામ લગભગ નીશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીના નામ પર મહોર લાગી અને તેમણે 1862 દિવસનું સાશન કર્યુ. આ વખતે પણ નામોનું બજાર ગરમ છે ત્યારે શું આ નામો પૈકીનું કોઈ એક નામ પસંદ થશે કે પીએમ મોદી સરપ્રાઇઝ આપશે એના પર સૌની નજર છે

આ નામો છે ચર્ચામાં

નીતિન પટેલ Nitin Patel

નીતિન પટેલ હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે. પાટીદાર નેતા હોવાની સાથે તેઓ જૂના ખેલાડી પણ છે. રાજ્યમાં વહિવટ પરનો કુશળ અનુભવ ધરાવતા નીતિન પટેલ વિજય રૂપાણીના રાજીનામા બાદ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. નીતિન પટેલ રાજ્યના મહેસાણાના ધારાસભ્ય છે અને તેમની લોકપ્રિયતા અલગ પ્રકારની છે. તાજેતરમાં જ તેમણે ગાંધીનગરમાં હિંદુ બહુમતીની સરકાર તરીકે કરેલા નિવેદનથી સમગ્ર દેશનું રાજકારણ પણ ગરમાઈ ગયું હતું. નીતિન પટેલ સંભવિત નવા મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યા છે. પાટીદાર, ધારાસભ્ય વહીવટ અને લોકચાહના તેમજ સુમેળ વર્તનના કારણે તેમનું નામ અગ્રેસર છે.

આ પણ વાંચો : શા માટે આપવું પડ્યું વિજય રૂપાણીએ રાજીનામું? જાણો 'અંદરની વાત'

પરષોત્તમ રૂપાલા Parshottam Rupala

રાજ્યમાં વર્ષોથી જ્યારે જ્યારે રૂપાણીના રાજીનામાની વાતો આવી ત્યારે ત્યારે પરષોત્તમ રૂપાલાનું નામ મોખરે આવ્યું છે. લોકપ્રિય પાટીદાર નેતા અને સૌરાષ્ટ્રના જૂના સહકાર આગેવાન તરીકે તેમનું નામ અગ્રેસર છે. રૂપાલા હાલમાં જ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બન્યા છે એટલે તેમને સત્તા મળે તેવી શક્યતા નથી પરંતુ રાજકીય પંડિતોના મતે તેઓ પણ સીએમ પદના ફ્રન્ટ રનર છે. રૂપાલા પાટીદાર, ગુજરાત અને આપના પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.

મનસુખ માંડવિયા Mansukh Mandaviya

રાજ્યમાં અગાઉ અનેકવાર મનસુખ માંડવિયાને સીએમ પદ મળશે તેવી અફવા ઉડી છે. જોકે, હાલમાં જ તેમને દેશના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનો ભાર સોંપ્યો હોવાથી તેમની શક્યતાઓને સ્વીકારી શકાત નથી પરંતુ સીએમ પદના ફ્રન્ટ રનર તરીકે મનસુખ માંડવિયા હંમેશા માટે નેટિઝન્સની પસંદ રહ્યા છે. ત્યાં સુધી અગાઉ માંડવિયાને હાઇકમાન્ડનું તેડું આવ્યું એ સબબના સમાચારો પણ વહેતા થયા હતા. જોકે, અંતે તેમણે જાતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીએમ બનવાના નથી. માંડવિયા પાટીદાર, સંગઠન અને સ્વભાવના કારણે લોકપ્રિય છે વળી સૌરાષ્ટ્રના મજબૂત નેતા પણ છે.
" isDesktop="true" id="1132087" >

પ્રફુલ પટેલ Praful patel

પ્રફુલ પટેલ રાજ્યના ગૃહમંત્રી રહી ચુક્યા છે. હાલમાં તેઓ દીવ-દમણ-દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના એડમિનીસ્ટ્રેટર તરીકે કાર્યરત છે. જોકે, મોહન ડેલકર આપઘાત કેસમાં તેમની સામે ગંભીર આક્ષેપો થયા હતા પરંતુ કોઈ તપાસ સામે આવી નથી. તેઓ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છે ત્યારે પ્રફુલ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પાટીદારોનો વિશ્વાસ સંપાદિત કરવો ભાજપ માટે સહેલો પડી શકે છે. જોકે, તેઓ ગુજરાતના રાજકારણથી દૂર દીવ-દમણ અને લક્ષદ્વીપના વિકાસકાર્યોમાં રચ્યા પચ્યા રહે છે.

ગોરધન ઝડફિયા- Gordhan Zadafia

ગોરધન ઝડફિયા સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ છે. ઝડફિયા પીએમ મોદીના વિશ્વાસુ છે તો સાથે સાથે પાટીદારોમાં પણ લોકપ્રિય છે. અગાઉ પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું નામ માનવામાં આવતું હતું પરંતુ અંતે સીઆર પાટીલ આવતા તેમને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. ઝડફિયા હિંદુત્વનો ચહેરો પણ છે અને પાટીદાર પણ છે. તેઓ સીએમ તરીકેના ફ્રન્ટ રનર માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  શા માટે CM રૂપાણીએ આપવું પડ્યું રાજીનામું? હાર્દિક પટેલે આપ્યું ચોંકાવનારું કારણ

સી.આર. પાટિલ CR Paatil

સી.આર. પાટિલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે. ગત વખતે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદી બેન પટેલે રાજીનામુ આપ્યું ત્યારે વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા અને રૂપાણીએ પોતે સીએમ બનવાના નથી એવી સ્પષ્ટતા કરી હતી. અંતે સીએમ તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર થયું હતું. આ વખતે સી.એમ. તરીકે વિજય રૂપાણી છે અને પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલ છે. સી.આર. થોડા દિવસો પહેલાં તેમના ધર્મપત્ની સાથે અંબાજીના દર્શને ગયા હતા જેને રાજ્યના રાજકીય વિશ્વલેષકો સૂચક મુલાકાત ગણે છે.
First published:

Tags: CM Rupani Resignation, Gujarat Politics, PM Modi પીએમ મોદી, Vijay Rupani, ભાજપ