પાણીનાં પોકાર વચ્ચે જળસંચયને “મિશન મોડ”માં લાવશે રૂપાણી

News18 Gujarati
Updated: April 30, 2019, 11:57 AM IST
પાણીનાં પોકાર વચ્ચે જળસંચયને “મિશન મોડ”માં લાવશે રૂપાણી
ફાઇલ તસવીર

રાજ્યમાં પાણીની ભયંકર તંગી વર્તાઇ રહી છે. ટેંકર રાજ પાછુ આવ્યુ છે. અનેક ગામોમાં પાણીનો બોકાહો બોલાઇ રહ્યો છે

  • Share this:
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવી મિશન મોડમાં જળ સંચય કામો હાથ ધરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

રાજ્યમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ અભિયાનને વેગ આપવા તેમણે તંત્ર વાહકોને દિશા નિર્દેશ આપ્યા હતા

રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત 13834 કામો 330 કરોડ ના ખર્ચે હાથ ધરાઈ રહ્યા છે

14હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન રાજ્યમાં ઉપડવામાં આવ્યું છે

વિજય રૂપાણી એ આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ જળ સંચય ના કામો માં 5 મોટા તળાવો આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવા સુચન કર્યું હતું
રાજ્યમાં સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળ સ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવાનું પણ આ બેઠક માં નક્કી કરવામાં આવ્યુ હતુંરાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 5 હજાર કામો પ્રગતિ માં કે પુર્ણતા ને આરે છે
મુખ્યમંત્રી એ રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ જળ સંચય ના આઇ કેચિંગ કામો ત્વરા એ ઉપાડવા આહવાન કર્યું હતું

આ બેઠક માં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્ય મંત્રી પરબત પટેલ, જળસંચય અભિયાન ભરત બોઘરા અને મુખ્ય સચિવ ડો.જે એન સિંઘ તથા મુખ્યમંત્રીનાં સલાહકાર બી.એન. નવલાવાલા વગેરે હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાણીની ભયંકર તંગી વર્તાઇ રહી છે. ટેંકર રાજ પાછુ આવ્યુ છે. અનેક ગામોમાં પાણીનો બોકાહો બોલાઇ રહ્યો છે. સરકારે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી નંબર-૧૯૧૬ ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક જાહેર કર્યો છે અને એવો દાવો કર્યો છે કે, દરકે જગ્યાએ પીવાનું પાણી પહોંચાડશે.
First published: April 30, 2019, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading