રૂપાણી સામે અનેક પડકાર, 2019માં થશે આકરી કસોટી

kiran mehta | News18 Gujarati
Updated: December 22, 2017, 7:27 PM IST
રૂપાણી સામે અનેક પડકાર, 2019માં થશે આકરી કસોટી
રૂપાણીના માથે હવે ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતાડવાની જવાબદારી છે...

રૂપાણીના માથે હવે ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતાડવાની જવાબદારી છે...

  • Share this:
રૂ જેવા નરમ અને પાણી જેવા ચોખ્ખા એવા રૂપાણી. હવે રૂપાણીના શિરે મોટી જવાબદારી છે...પીએમ મોદીના મિશન-2019માં ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો અપાવવાના મોટી જવાબદારી આવી પડી છે.

રૂપાણી બન્યા ગુજરાતના નાથ
રૂ જેવા નરમ

પાણી જેવા ચોખ્ખા
પીએમ મોદીએ રૂપાણી પર મુક્યો વિશ્વાસ
ભાજપનો વિજય બન્યો ગુજરાતનો વિજયપીએમ મોદીનો છે સાથ પણ છે ઘણા પડકાર

હવે રૂપાણી માટે મુખ્યમંત્રીનું પદ શોભાના ગાંઠીયા જેવું નથી. પણ કાંટાળો તાજ પણ છે. એક તરફ કોંગ્રસનું પ્રભુત્વ વધ્યું છે, અને બીજી તરફ પાટીદારોનો રોષ યથાવત છે. તેવા સંજોગોમાં પીએમ મોદીએ ફરીવાર રૂપાણી પર વિશ્વાસ મુક્યો છે. સૌથી પહેલા તો રૂપાણીએ ગુજરાતના વિકાસને ફરી ડાહ્યો કરવાનો છે. ગુજરાતને ગતિશીલતા પ્રદાન કરવાની છે. ગુજરાતની પ્રગતિ વધારવાની છે. આંદોલનો અને લોકોના રોષને કારણે ઠંડો પડેલો વિકાસ ફરી પાટે ચડાવવાનો છે. રૂપાણીએ ગુજરાતની જનતાએ જે ભાજપ પર વિશ્વાસ મુક્યો છે તેના પર ખરા ઉતરવાનું છે.

રૂપાણી પાસે નથી સમય
2019માં રૂપાણીની થશે કસોટી
2019માં છે લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં છે 26 બેઠકો
રૂપાણી પાસે 26 બેઠકો જાળવી રાખવાની જવાબદારી

રૂપાણીના માથે હવે ગુજરાતની લોકસભાની 26 બેઠકો જીતાડવાની જવાબદારી છે. કોંગ્રેસનો જનાધાર વધ્યો છે, તેને કારણે કોંગ્રેસ ભાજપ પર બ્રેક મારી શકે છે. રૂપાણીએ સબ કા સાથ અને સબ કા વિકાસને આગળ વધારવાનો છે. વિધાનસભાની ચૂંટણીમાં 99માં સિમટી ગએલી ભાજપમાં નવસંચાર કરવાનો છે. ગુજરાતમાં ભાજપ તરફથી નરેન્દ્ર મોદી અને કેશુભાઇ સિવાય કોઇ બીજીવાર મુખ્યમંત્રી બન્યુ નથી. આવા સંજોગોમાં વિજય રૂપાણી બહુ લકી છે, પરંતુ પડકારો પણ એટલાં જ છે.

મજબૂત થએલી કોંગ્રેસ અને હાર્દિક પટેલ જેવા આંદોલનકારીઓને કંટ્રોલમાં રાખવા સિવાય બ્યુરોક્રસીને કાબુમાં રાખવાની અને સાથે સાથે સંગઠનનો પણ વધારો કરવો પડશે. રૂપાણીને શિરે માત્ર સત્તા જ નથી પણ મોટી જવાબદારી પણ છે. સાથે-સાથે પીએમ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ટેકો જરૂર છે પરંતુ છતાં મહેનત તો રૂપાણીએ જ કરવાની છે.
First published: December 22, 2017, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading