AMCની વેબસાઈટ પર મ્યુનિસિપલ કમિશનર પદે હજુ પણ વિજય નહેરા!

AMCની વેબસાઈટ પર મ્યુનિસિપલ કમિશનર પદે હજુ પણ વિજય નહેરા!
વિજય નહેરા (ફાઇલ તસવીર)

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદે રહેલા વિજય નહેરાની બદલી કરી તેમના સ્થાને મુકેશકુમારને મૂકવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસે (Coronavirus) અનેકનો ભોગ લઈ લીધો અને તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (Ahmedabad Municipal Corporation) પદે ફરજ બજાવતા વિજય નહેરા (Vijay Nehra)ની બદલીમાં પણ કોરોના કાળે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ કોરોના કાળમાં જ તેમને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદેથી હટાવી રૂરલ ડેવલપમેન્ટ સેક્રેટરી ગાંધીનગર મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ ઓનલાઈન અને ડિજિટલની વાતો કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની વેબસાઈટ પર નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર (Mukesh Kumar)નું નામ અપડેટ નથી થયું, ત્યાં વિજય નહેરા જ ફરજ બજાવી રહ્યા છે!

હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદે રહેલા વિજય નહેરાની બદલી કરી તેમના સ્થાને મુકેશકુમારને મૂકવામાં આવ્યા છે. એવું ચર્ચાય છે કે કોરોનાના વધતા કેસોને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદે વિજય નહેરાએ શહેરમાં કેટલાક બોલ્ડ નિર્ણયો લીધા. જે વિસ્તારમાંથી વધુ કેસો આવતા હતા ત્યાં માસ ટેસ્ટિંગ વધારી દીધું હતું. કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં પણ ઝડપથી નિર્ણય લીધા હતા. આ બધું કરવામાં શહેરમાં કેસોનો આંકડો વધ્યો હતો.



આ પણ વાંચો : વિજય નેહરાએ લખ્યું, ' અમદાવાદ મારા અસ્તિત્વથી અલગ ન થઈ શકે તેવું અંગ, Bye Bye..'

વધુ આંકડા દેખાતા તેઓ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી તેમને 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોવાના સમાચારો વહેતા થયા. પણ આ સમગ્ર મામલામાં રાજકારણ રમાયું હોય તેવું ચિત્ર ઉપસીને આવ્યું છે. જ્યારે 14 દિવસ બાદ વિજય નહેરા સ્વસ્થ થતા તેમની બદલી રૂરલ ડેવલપમેન્ટ ગાંધીનગર સેક્રેટરી તરીકે કરી દેવાઈ હતી.



તેમના સ્થાને અમદાવાદ માં મ્યુનિસિપલ કમિશનર પદે ફરજ બજાવી ચૂકેલા મુકેશ કુમારને મૂકી દેવામાં આવ્યા છે પરંતુ ભૂલોમાં અવ્વલ રહેતા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટમાં કોઈ અપડેટ કરાયું નથી. હજુ પણ મ્યુનિસિપલ કમિશનર પદે વિજય નહેરાને જ રાખવામાં આવ્યા છે. હંમેશા ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલની વાતો કરતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ ઓનલાઈન કે ડિજિટલ બન્યું નથી.

મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર પદના તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદને સ્માર્ટ સીટી બનાવવાનો પ્રૉજેકટ હોય, જાહેરમાં થૂંકવા પર મસમોટો દંડ, સૂકા કચરા અને  ભીના કચરાને અલગ કરી શહેરને ક્લીન સીટી બનાવવાનો પ્રોજેકટ હોય તેવા ઘણા નિર્ણય લીધા હતા. કોરોના કાળમાં તેમની કરવામાં આવેલી બદલીએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 19, 2020, 09:27 am

ટૉપ ન્યૂઝ