વિજય માલ્યા મામલે રાજ્યસભામાં હોબાળો, સરકાર-વિપક્ષ આમને સામને

Haresh Suthar | Pradesh18
Updated: March 10, 2016, 11:39 AM IST
વિજય માલ્યા મામલે રાજ્યસભામાં હોબાળો, સરકાર-વિપક્ષ આમને સામને
#દેશની વિવિધ બેંકોને 9 હજાર કરોડમાં ડૂબાડી વિદેશ ભાગી જનારા લીકર કિંગ વિજય માલ્યા મામલે આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો. વિપક્ષે સરકારના માથે માછલા ધોયા હતા તો સરકારે કોંગ્રેસના માથે દોષનો ટોપલો નાંખવા પ્રયાસ કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated: March 10, 2016, 11:39 AM IST
  • Share this:
નવી દિલ્હી #દેશની વિવિધ બેંકોને 9 હજાર કરોડમાં ડૂબાડી વિદેશ ભાગી જનારા લીકર કિંગ વિજય માલ્યા મામલે આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો. વિપક્ષે સરકારના માથે માછલા ધોયા હતા તો સરકારે કોંગ્રેસના માથે દોષનો ટોપલો નાંખવા પ્રયાસ કર્યો હતો.

લિકર કિંગ વિજય માલ્યા સામે લોનના રૂ.9 હજાર કરોડ વસુલવા માટે દેશની મોટી મોટી બેંકોએ સુપ્રીમના દ્વારા ખટખટાવ્યા છે. આ સંજોગોમાં વિજય માલ્યા વિદેશ ભાગી જતાં નવો વિવાદ ખડો થયો છે. જે મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હંગામો થયો હતો.

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા આ મામલે સરકારની મીલિ ભગત હોવાનો આરોપ લગાવ્યો હતો તો સરકારે કોંગ્રેસ સમયમાં વિજય માલ્યાને બેંકોએ લોન આપી હોવાનો વળતો પ્રહાર કર્યો હતો.

વિજય માલ્યા મામલે થયેલા વિવાદને પગલે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, વિજય માલ્યાની કેટલીક સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે અને હજુ વધુ જપ્ત કરાશે. જરૂર પડ્યે સીબીઆઇ તપાસ પણ કરાશે.
First published: March 10, 2016
વધુ વાંચો
अगली ख़बर