રૂપાણી સરકારે અકસ્માતે મોતના કેસમાં ખેડૂતોને મળતી સહાય વધારી કે ઘટાડી?

News18 Gujarati
Updated: November 17, 2018, 2:45 PM IST
રૂપાણી સરકારે અકસ્માતે મોતના કેસમાં ખેડૂતોને મળતી સહાય વધારી કે ઘટાડી?
પ્રતિકાત્મક તસવીર

વિજય રૂપાણી સરકારના ઠરાવ પ્રમાણે હવે ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં કે પછી કાયમી અપંગતાના કેસમાં રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવશે.

  • Share this:
ગાંધીનગરઃ વિજય રૂપાણીએ 14મી નવેમ્બરના રોજ એક પરિપત્ર બહાર ગુજરાત સામુહિક જૂથ(જનતા) એકસ્માત વીમા યોજના હેઠળ જમીનના ખાતેદાર ખેડૂતનાં મોત કે કાયમી અપંગતાના કિસ્સામાં વળતરની રકમ એક લાખથી વધારીને બે લાખ કરી છે. જોકે, સરકારના પરિપત્ર બાદ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે નવેમ્બર 2015માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપરના બંને કિસ્સામાં ખેડૂતોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. રૂપાણી સરકારની જાહેરાત બાદ હવે ભાજપના જ બે મુખ્યમંત્રીઓએ કરેલી જાહેરાત પર સવાલો ઉઠી રહ્યા છે.

આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આનંદીબેને કરેલી જાહેરાત પર અમલ જ કરવામાં આવ્યો નથી. એટલે કે ફક્ત જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ અંગે કોઈ ઠરાવ થયો નથી. એવી પણ ચર્ચા જાગી છે કે આનંદીબેને જે જાહેરાત કરી હતી તેનો અમલ નથી થયો તો શું સરકારે ફક્ત વાહવાહી કરવા માટે લોભામણી જાહેરાત કરવામાં આવી હતી કે શું? બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રૂપાણી સરકારે પરિપત્ર બહાર પાડીને ખેડૂતોને મળતા વળતરની રકમ ઘટાડી દીધી છે. કારણ કે ખેડૂતોને અકસ્માતે મોત કે કાયમી અપંગતાના કેસમાં રૂ. ચાર લાખની સહાય આપવાની જાહેરાત આનંદીબેન પહેલા જ કરી ચુક્યા છે.

આ પણ વાંચોઃ વધુ એક ધરતીપુત્ર હિંમત હાર્યો, ત્રણ દિવસમાં પાંચ ખેડૂતોનો આપઘાત

રૂપાણી સરકારે કર્યો ઠરાવ

વિજય રૂપાણી સરકારના ઠરાવ પ્રમાણે હવે ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં કે પછી કાયમી અપંગતાના કેસમાં રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવશે. આ પહેલા અકસ્માતે મોત થવાના કેસમાં સહાયની રકમ રૂ. બે લાખ અને કાયમી અપંગતાના કેસમાં સહાયની રકમ રૂ. 50 હજાર હતી. નોંધનીય છે કે એક મહિના પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. 14મી નવેમ્બરના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

સરકારના નવા પરિપત્ર પ્રમાણે ખાતેદાર પ્રથમ હયાત સંતાનના બદલે તમામ સંતાનો, ખાતેદારના પતિ કે પત્ની આ સહાય મેળવવા માટે હકદાર બનશે. કોઈ પણ સંતાન એટલે વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂતોના પોલીસ વર્ષ દરમિયાન જેટલા સંતાન અકસ્માતે મોતને ભેટે અથવા કાયમી અપંગતાનો ભોગ બને તે તમામને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.આ પણ વાંચોઃ ગુજરાતનો ખેડૂત છે દેણાંમાં ગરકાવ, કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે 43% ખેડૂતો પર છે દેવું

આનંદીબેનની જાહેરાત માત્ર કાગળ પર રહી

સરકારના નવા પરિપત્ર પરથી સ્પષ્ટ થાય છે કે આનંદીબેન પટેલે નવેમ્બર-2015ના રોજ ખેડૂતો અંગે જે જાહેરાત કરી હતી તે માત્ર કાગળ પર જ રહી હતી. સમયાંતરે આ અંગે વિપક્ષે વિરોધ પણ ઉઠાવ્યો હતો, તેમજ ખેડૂતોના અકસ્માતે મોત અંગે આનંદીબેનની જાહેરાત પ્રમાણે વળતર ચૂકવવાની માંગણી પર કરી હતી.
First published: November 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading