વિધાનસભા કૂચ : મેવાણીએ કહ્યું, 'ગુજરાતમાં આટલા રેપ થયા, BJP કાર્યકર્તાઓ રોડ પર કેમ નથી ઉતરતા?'

News18 Gujarati
Updated: December 9, 2019, 12:43 PM IST
વિધાનસભા કૂચ : મેવાણીએ કહ્યું, 'ગુજરાતમાં આટલા રેપ થયા, BJP કાર્યકર્તાઓ રોડ પર કેમ નથી ઉતરતા?'
મેવાણીનો પ્રશ્ન પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનું સરકાર કબૂલે છે તો પછી નવેસરથી પરીક્ષા લેવાની જાહેરાત કેમ નહી?

વિપક્ષ, અપક્ષ અને વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરવું પડે તે રૂપાણી સરકારને શોભતું નથી : મેવાણી

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં શિયાળીની એન્ટ્રી થતાની સાથે તાપમાનનો પારો ગગડ્યો છે પરંતુ રાજકારણ ( Politics) ગરમાયું છે. આજથી શરૂં થનારા ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly) ટૂંકા શિયાળુસત્રના (Winter session) પ્રારંભે કૉંગ્રેસ (Gujarat congress) અને અપક્ષે (independent MLA)એ વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરાવ (Vidhansabha kooch)નું એલાન આપ્યું છે. આ મુદ્દે વડગામના અપક્ષ ધારાસભ્ય (MLA Vadgam) જીગ્નેશ મેવાણીએ (jigneh mevani)એ પ્રતિક્રિયા આપી હતી કે 'વિપક્ષ, અપક્ષ અને વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરવું પડે તે રૂપાણી સરકારને શોભતું નથી, પરીક્ષામાં ગેરરિતી થઈ તે સરકાર કબૂલ છે છતાં આ કેવા પ્રકારનો એરોગન્સ છે કે પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કરાતી નથી. આજે દેશના અન્ય રાજ્યોમાં રેપ થાય તો ભાજપનો કાર્યકર્તા ભારત માતા કી જયના નારા સાથે નીકળી પડે છે, રાજ્યમાં આટલા રેપ થયા તો કેમ આરએસએસ કે ભાજપનો કાર્યકરત રસ્તા પર નથી?'

આ પણ વાંચો :  આ સરકારે આદિવાસીઓને ભારોભાર અન્યાય કર્યો છે : BTP નેતા છોટુ વસાવા

'વિજય રૂપાણી સરકારને શોભતું નથી'


મેવાણીએ જણાવ્યું, “ સરકારને ઘેરવા કરતા જે વિદ્યાર્થીઓની સાચી વેદના છે તેને વાચવા આપવાની વાત છે. વિપક્ષ, અપક્ષ અને વિદ્યાર્થીઓએ રોડ પર ઉતરવું પડે તે રૂપાણી સરકારને શોભતું નથી, પરીક્ષામાં ગેરરિતી થઈ તે સરકાર કબૂલ છે છતાં આ કેવા પ્રકારનો એરોગન્સ છે કે પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કેમ કરાતી નથી. કેમ મીડિયાએ આટલું પ્રેશર બનાવું પડે? આતો ગુજરાતની અસ્મિતા ન હોઈ શકે?'

આ પણ વાંચો : કૉંગ્રેસ વિધાનસભા કૂચ : ચાવડાએ કહ્યું, 'રાજ્યમાં અંગ્રેજોને શરમાવે તેવું શાસન'એક પણ વિદ્યાર્થીને કૂચ કરવી હશે હું સાથે છું : મેવાણી

જીગ્નેશ મેવાણીએ કહ્યું, “રાજ્યની નાની મોટી પોલિટકલ પાર્ટી, આંદોલનકારીઓએ આ મુદ્દે સ્ટેન્ડ લેવું જોઈએ. જો તમે 12 લાખ વિદ્યાર્થીઓને ન સાંભળતા હો તો12 હજાર વિદ્યાર્થીઓના આંદોલનને તો કચડી જ નાખશો. એક પણ વિદ્યાર્થીને વિધાનસભા કૂચ કરવી હશે હું તેમની સાથે છું.”

આ પણ વાંચો : કૉંગ્રેસની વિધાનસભા કૂચ : 1500 પોલીકર્મીઓનાં બંદોબસ્ત સાથે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

 
First published: December 9, 2019, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading