સલામત ગુજરાત! રાજ્યમાં રોજનાં આઠ બાળકો ગુમ થાય છે

News18 Gujarati
Updated: December 14, 2019, 8:56 AM IST
સલામત ગુજરાત! રાજ્યમાં રોજનાં આઠ બાળકો ગુમ થાય છે
વિજય રૂપાણીની ફાઇલ તસવીર

વિધાનસભાનાં શિયાળુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિાન અનેક ચોંકાવનારા આંકડા જનતા સામે આવ્યાં છે.

  • Share this:
ગાંધીનગર : વિધાનસભાનાં શિયાળુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિાન અનેક ચોંકાવનારા આંકડા જનતા સામે આવ્યાં છે. જેમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 30 ઓગસ્ટ 2019ની સ્થિતિએ 16335 બાળકો ગુમ થયા છે. જ્યારે અન્ય એક આંકડાઓમાં જોવા મળ્યાં છે કે, છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે 17,514 લોકોને દારૂ પીવાની પરમિટ આપી છે.

રાજ્યમાં દરરોજનાં આઠ બાળકો ગુમ થાય છે

વિધાનસભામાં લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં 30 ઓગસ્ટ, 2019ની સ્થિતિએ 16,335 બાળકો ગુમ થયાં છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે પાંચ વર્ષની સરેરાશ કાઢીએ તો ઓછામાં ઓછા દરરોજનાં આઠ બાળક ગુમ થયા છે. રૂપાણી સરકારે ખુલાસો કરતા જણાવ્યું કે, 1 જુલાઈ 2014થી 30 જૂન, 2015 દરમિયાન 3099, વર્ષ 2015-16માં 3091, વર્ષ 2016-17માં 3222, વર્ષ 2017-18માં 3359, વર્ષ 2018-19માં 3654 બાળકો ગુમ થતાં કુલ પાંચ વર્ષમાં 16,335 બાળકો ગુમ થયા છે. અમદાવાદ શહેરમાં 2134 અને ગ્રામ્યમાં 344 મળીને કુલ 2487 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે.

આ પણ વાંચો : રૂપાણી સરકારની કબૂલાત : ગુજરાતમાં દર સાત કલાકે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે

રાજ્યમાં સ્વાસ્થ્ય માટે લોકો દારૂની પરમિટ લે છે

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં 17,514 લોકોને દારૂ પીવાની પરમિટ આપી છે. ગુજરાતમાં એકમાત્ર આરોગ્યનાં કારણોસર દારૂ પીવાની પરમિટ અપાય છે. સરેરાશ રોજનાં 10 લોકોને સરકાર દારૂ પીવાની પરમિટ કાઢી આપે છે. રાજ્ય સરકારે વિદેશી દારૂનું વેચાણ કરવા માટે 15 જિલ્લામાં 66 જેટલી હોટેલ્સ અને લીકર શોપને લાઈસન્સ આપ્યા છે. જેના મારફતે પાંચ વર્ષમાં 3.05 કરોડ લિટર દારૂ અને બિયરનું વેચાણ કરવામાં આવ્યું છે.આ પણ વાંચો : કેન્દ્રએ સ્પષ્ટ કર્યું - રાજ્ય ભલે ગમે તે કહે નાગરિકતા કાનૂન લાગુ કરવો જ પડશે

આ વીડિયો પણ જુઓ : 
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर