અમદાવાદ: વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો Video વાયરલ, મારમારી ગાળો ભાંડી આપી ધમકી


Updated: September 26, 2020, 5:49 PM IST
અમદાવાદ: વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો Video વાયરલ, મારમારી ગાળો ભાંડી આપી ધમકી
પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

વેપારીઓનો આરોપ છે કે, એએમસી અને પોલીસ વિભાગ વેપારીઓને દર પાંચ દિવસે દંડના નામે પરેશાન કરે છે.

  • Share this:
અમદાવાદ : કાલુપુરના વેપારી સાથે પોલીસના ડિ સ્ટાફ દ્વારા દાદાગીરી કરતો વિડીયો વાયરલ થતા ચર્ચાઓ જોર પકડ્યું છે. ડી સ્ટાફ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે વેપારી પાસે દંડ વસુલતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કહેવાયુ હતુ કે, તેઓએ નિયમ ભંગ કર્યો હતો. દંડ ભરી અને માફી પત્ર લખી તેમને છોડી મુકવામા આવ્યા છે.

વેપારીઓનો આરોપ છે કે, એએમસી અને પોલીસ વિભાગ વેપારીઓને દર પાંચ દિવસે દંડના નામે પરેશાન કરે છે. હું અને મારા દિકરા વચ્ચે ઘણુ અંતર હતુ, તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સના નામ પર પોલીસ દ્વારા બળજબરી કરી મારમારી કરી અને ગાળાગાળી કરી, દિકારાને મારવાની ધમકી આપી હતી.

ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચિત કરતા વેપારી ઇરફાન મણિયારે જણાવ્યુ હતુ કે, હું મારી કેબિનમા મારી દુકાનમાં બેઠો હતો મારો દિકરો મારાથી દુર બહાર બેઠો હતો, તેમ છતા પોલીસ વાળા પહેલા આવી ફોટો - વિડીયો બનાવા ગયા, અને ત્યાર બાદ ચાર પાંચ પોલીસ વાળા દુકાનમાં ઘુસી ગયા હતા, અને કહેવા લાગ્યા તમે સોશિયલ ડિસ્ટન્સ નથી રાખ્યું. માસ્ક પહેર્યું નથી તેમ કહી દંડની વાત કરવા લાગ્યા હતા. મેમો આપવાનું કહ્યું, પરંતુ તેઓ રકઝક કરવા લાગ્યા હતા, અને કેસ કરવાની ધમકી આપવા લાગ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદમાં જ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં 6.63 કરોડ રુપિયા પોલીસે દંડ વસુલ્યો

તેમણે કહ્યું કે, મારા દિકરાને બોચી પકડી એક લાફો માર્યો અને પોલીસની ગાડીમાં બેસાડી ચોકીએ લઇ ગયા હતા, જેનો મે વિરોધ કરતા મને અપશબ્દો અને ધક્કો માર્યો હતો. છેલ્લા ૫૦ વર્ષથી અહીં અમે ધંધો કરીએ છીએ. એક તરફ લોક ડાઉન પર ધંધો પડી ભાંગ્યો છે, અને બીજી તરફ એએમસી અને પોલીસ વેપારીઓને પરેશાન કરે છે. અત્યારે તો ચા પીવાના પણ પૈસા રહ્યા નથી. એમ લાગે છે કે, હજુ બે મહિના દુકાન બંધ કરી જતા રહીએ કારણ કે, કમાવવાનું કશું નથી અને દંડના નામે પૈસા આપવાની માથાકૂટ રોજ ચાલુ છે.
સમગ્ર મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવ્યુ હતુ કે, વેપારી સાથે થયેલ ઘટના બાદ પોલીસ કમિશનરને ફોનિક વાતચિત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. તેમજ સરકાર પર પ્રહાર કરતા શેખે કહ્યું હતું કે, સીએમ વિજય રૂપાણી પોલીસ કમિશનર તાત્કાલિક આદેશ આપી. જે પોલીસને દંડના નામે ટાર્ગેટ અપાયો છે તે બંધ કરે. જો કોઇ ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરે તો, કાર્યવાહી ચોક્કસ કરવી જોઇએ પરંતુ, પોલીસના નામે તોડ પાણી કરવામાં આવે છે, દંડની જોગવાઇ અસહ્ય છે.

વધુમાં ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતુ કે, લોક ડાઉને વેપારીઓને પાયમાલ કરી નાંખ્યા છે, નાના વેપારીઓ પાસે ધંધો રહ્યો નથી, અને બીજી તરફ સરકાર આવા નિયમ બનાવી નાના વેપારીઓને પરેશાન કરી રહી છે. વેપારીને જાહેર રસ્તા પર મારમારી દાદાગીરી કરવાની આ ઘટના દુખદ કહેવાય. પોલીસને આવા ટાર્ગેટ આપવાનું સરકાર બંધ કરે નહીતર પ્રજાનો આક્રોશ બહાર આવશે.
Published by: kiran mehta
First published: September 26, 2020, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading