અમદાવાદ : લગ્ન પ્રસંગમાં 'તમંચે પે ડિસ્કો', ફાયરિંગનો વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: November 4, 2019, 8:03 AM IST
અમદાવાદ : લગ્ન પ્રસંગમાં 'તમંચે પે ડિસ્કો', ફાયરિંગનો વીડિયો થયો વાયરલ
વાયરલ વીડિયોમાંથી લેવાયેલી તસવીર

છથી સાત રાઉન્ડ ફાયરિંગ કરાયું પણ પોલીસ અજાણ, પોલીસે અને ક્રાઇમબ્રાંચે ખાનગી રાહે તપાસ હાથ ધરી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેરના એક વિસ્તારમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો લગ્ન પ્રસંગમાં તાનમાં આવેલા લોકોનો છે. જેમાં કેટલાક લોકો બાળકો અને મહિલાઓની વચ્ચે છથી સાત રાઉન્ડ ફાયરિંગ કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજકાલ સોશિયલ મીડિયામાં અમદાવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો મહિલા અને બાળકો સાથે છે. એક તરફ મ્યુઝિક વાગી રહ્યું છે જ્યારે બીજી તરફ એક યુવક પોતાના હાથમાં પિસ્ટલ લઇને બે રાઉન્ડ ફાયરિંગ કરે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ વડોદરાથી આવતી હોવાનો ઘટસ્ફોટ

આ સમયે કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હોય છે, બાદમાં આ યુવક એક બાળકને રમાડે છે અને સ્ટેજ પર રહેલા લોકોને પિસ્ટલ આપે છે. સ્ટેજ પર રહેલા શખ્સો પણ પાંચેક રાઉન્ડ ફાયરિંગ કરે છે. ફાયરિંગ થાય છે ત્યારે આસપાસ મહિલાઓ અને બાળકો પણ નાચી રહ્યા હોય છે. જોકે, આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.સોશિયલ મીડિયાની ચર્ચા પ્રમાણે આ વીડિયો સરખેજ વિસ્તારના એક પાર્ટી પ્લોટનો છે. અહીં લગ્ન પ્રસંગ ચાલતો હતો ત્યારે આ ફાયરિંગ થયું હોઇ શકે છે. સ્થાનિક પોલીસ જાણ થતાં તેમણે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે, જ્યારે ક્રાઇમબ્રાંચે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો : અમદાવાદ : પોલીસને યુવકની ધમકી, 'કેમ નોકરી કરો છો હું જોઉં છું'
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading