નિત્યાનંદ વિવાદનો EXclusive Video : 'માતા સાથે રહેતા એક સંન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો'

News18 Gujarati
Updated: November 16, 2019, 1:18 PM IST
નિત્યાનંદ વિવાદનો EXclusive Video : 'માતા સાથે રહેતા એક સંન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો'
આશ્રમ અને યુવતીની ફાઇલ તસવીર

નિત્યાનંદ આશ્રમની સાધક યુવતીની ભાળમાં માતાપિતા અમદાવાદ દોડી આવ્યા છે. યુવતીનો એક વાયરલ વીડિયો બહાર આવ્યો છે જેમાં તેણે પોતાની સાથે ગરવર્તણૂક થઈ હોવાના આરોપ મૂક્યા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :અમદાવાદનાં (Ahmedabad) નિત્યાનંદનાં આશ્રમનો (Nityanand Ashram) ગઇકાલથી વિવાદ વકર્યો છે. નિત્યાનંદનાં અમદાવાદનાં આશ્રમ યોગીની સર્વાંજ્ઞ પીઠમ સામે તમિલનાડુનાં રહેવાસી જનાર્દનભાઇ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેમની મોટી દીકરીને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે. દરમિયાન આશ્રમની સાધક યુવતીએ તૈયાર કરેલો એક વાયરલ વીડિયો બહાર (viral video) બહાર આવ્યો છે. યુવતીએ આ વીડિયોમાં  તેના માતાપિતા પર આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું છે કે મારા માતાપિતા મારી મરજી વિરુદ્ધ મને બહાર લાવવા માંગે છે. મારી માતા સાથે રહેતા શંકરાનંદ નામના એક માણસે મારા પર બળાત્કાર કર્યો છે, હું તેમની પાસે જવા નથી માંગતી.

યુવતીએ વીડિયોમાં કહ્યું, 'મારા માતાપિતા 13-15 માણસોના પોલીસ સાથેના ટોળા સાધે ધસી આવ્યા છે અને મને બહાર આવવા માટે દબાણ કરી રહ્યા છે. હું માનસિક આઘાતમાં છું એટલે મારે લાઇવ વીડિયો કરવો પડ્યો છે. પોલીસ અને માતાપિતા મને ઘસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદ સ્વામીના સેક્સ CD વિવાદે દેશને હચમચાવી નાખ્યો હતો

પરિવાર સાથે રહેતા શંકરાનંદાએ મને હેરાન કરી

યુવતીએ વીડિયોમાં જણાવ્યું કે 'મારા પરિવાર સાથે શંકરાનંદા નામનો એક માણસ રહે છે જેણે મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. હવે એ લોકો મને જબરદસ્તી બહાર લાવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ મને બહાર લાવવ માટે દબાણ કરી શકે નહીં. પુરૂષોનું ટોળું એક મહિલાને ઢસડી શકે નહીં. હું 18 વર્ષની પુખ્ત છું મને તમે મારી મરજીની વિરુદ્ધ કાઢી શકો નહીં.આ પણ વાંચો : અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડી?

માતા સાથે રહેતા સન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો

યુવતીએ વીડિયોમાં વધારે કહ્યું કે 'વિશ્વની એવી કઈ દીકરી હશે જે પોતાની એવી માતા પાસે જવા માંગે જેની સાથે રહેતા એક વ્યક્તિએ તેના પર બળાત્કાર કર્યો હોય. શંકરાનંદા સન્યાસી છે જે અહીંયા આશ્રમમાં હતો તે હવે મારી માતા સાથે રહે છે અને તેણે મારા પર બળાત્કાર કર્યો હતો. મેં તમામ પુરાવા આપ્યા છે. મારૂં જીવન જોખમમાં છે.

આ પણ વાંચો : અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં અન્ય 40 બાળકોને પણ ગોંધી રખાયા? પ્રેવેશદ્વાર પર તાળા
First published: November 16, 2019, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading