ટીમલી ડાન્સના તાલે ટ્રેનિંગ કરતી પોલીસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચી ધૂમ

ટીમલી ડાન્સના તાલે ટ્રેનિંગ કરતી પોલીસનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં મચી ધૂમ
વીડિયો ગ્રેબની તસવીર

આ વીડિયો કોરોના વાયરસ પહેલાનો હોવાની આશંકા, વીડિયોની પુષ્ટી નહીં

 • Share this:
  અમદાવાદ : ગુજરાતની આદિવાસી પટ્ટામાં સાંસ્કૃતિ નૃત્ય ટીમલીની ખૂબ બોલબાલા છે. આ નૃત્યની સાથે અનેક ગીતો પણ જોડાઈ ગયા છે. નવરાત્રિ હોય કે લગ્ન ટીમલી એ અભિન્ન અંગ બની ગયું છે. તેવામાં હવે પોલીસના જવાનો પણ ટીમલીના તાલે થીરકતાં નજેર પડ્યા છે. એક વાયરલ વીડિયોમાં પોલીસના જવાનો ટ્રેનિંગ દરમિયાન કે સામૂહિક વ્યાયામ દરમિયાન ટીમલીના તાલે થીરકતા જોવા મળ્યા છે. જોકે, આ વીડિયો એક વાયરલ વીડિયો છે જેની પુષ્ટી થઈ નથી.

  સોશિયલ મીડિયામાં રોજના હજારો વીડિયો વાયરલ થતા રહે છે પરંતુ આ વીડિયો તેમાં પણ થોડો વધારે ખાસ છે કારણ કે શિસ્તમાં રહેતી પોલીસને આ પ્રકારે સામૂહિક ટીમલી કરતા તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. આ વીડિયો હાલમાં શોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 'ટીમલી પરેડ'ના મથાળા હેઠળ વોટ્સએપ ફોરવર્ડ દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.  આ પણ વાંચો :  રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો

  જોકે, વીડિયોને પ્રાથમિક રીતે ચકાસતા તે જૂનો હોવાનું માલૂમ પડે છે. આ વીડિયોની પુષ્ટી ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પરંતુ લોકો તેને ખૂબ શેર કરી રહ્યા હોવાથી દર્શકો માટે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોઈ અણછાજતી બાબત પણ નથી. જોકે, જવાનોના માસ્ક જોવા મળતા ન હોવાના કારણે આ વીડિયો કોરોના કાળ પહેલાંનો અથવા તેનાથી પણ વધુ જૂનો હોય તોય નવાઈ નહીં.  આ પણ વાંચો : સુરત : મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

  સોશિયલ મીડિયામાં આવા વીડિયોને શેરિંગ કેરિંગના દ્વારા ઘણી લોકપ્રિયતા મળતી હોય છે ત્યારે આપ પણ આ ટ્વીટર લીંક દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા વીડિયોને નિહાળી શકો છો. જોકે, આ વીડિયો ક્યા માધ્યમથી શેર થયો હશે તે પણ એક તપાસનો વિષય છે. બની શકે કે કસરતના કોઈ અન્ય અંગમાં આ મ્યૂઝિક એડિટ કરવામાં આવ્યું હોય પરંતુ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:December 01, 2020, 13:37 pm

  ટૉપ ન્યૂઝ