અમદાવાદ : પોલીસની હાજરીમાં જ શખ્સો લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો ઉતારી ગયા

News18 Gujarati
Updated: October 4, 2019, 8:07 AM IST
અમદાવાદ : પોલીસની હાજરીમાં જ શખ્સો લોકઅપમાં રહેલા આરોપીનો વીડિયો ઉતારી ગયા
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિક વ્યક્તિએ પોલીસનું ધ્યાન દોરતા પોલીસે ગુનો નોંધ્યો, બે શખ્સોએ વેઇટિંગ રૂમમાં બેસી મોકાનો લાભ લઇ વીડિયો ઉતાર્યો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના એક પોલીસ સ્ટેશનમાં અજીબો-ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં એક આરોપીને પોલીસે લોકઅપમાં રાખ્યો હતો. જે સમયે લોકઅપમાં રાખ્યો ત્યારે ત્યાં પીએસઓ પણ હાજર હતા. ત્યારે બે શખ્સોએ આવીને પોલીસ સ્ટેશનમાં આંટા માર્યા અને બાદમાં મોકો મળતા તેઓ વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા હતા. બંને લોકો મોકો મળતા જ લોકઅપમાં રહેલા આરોપીનો અને પોલીસનો વીડિયો ઉતારીને ફરાર થઇ ગયા હતા. આખી ઘટનામાં પોલીસ આ વાતથી અજાણ જ હતી પણ સ્થાનિક કોઇ વ્યક્તિએ પોલીસનું ધ્યાન દોરતા હવે પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. પ્રગ્નેશકુમાર દશરથલાલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે તેઓ 30 સપ્ટેમ્બના રોજ બપોરે પીએસઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે લોકઅપમાં રહેલા આરોપીનો તેમની જાણ બહાર બે શખ્સો વીડિયો ઉતારી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો. આ જ વિસ્તારના પ્રવિણસિંહ રાઠોડ કે જેઓ પોલીસને ઓળખતા હતા તેમણે આ વીડિયો પોલીસને બતાવ્યો હતો.

સમગ્ર બાબત ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં ધ્યાને ગઇ હતી. પોલીસે વીડિયો જોયો તો તેમાં પોલીસ માટે લોકોને ગેરસમજણ ઉભી થાય તેવો વીડિયો હોવાનું સામે આવ્યું હતું. જેથી માધુપુરા પોલીસે અજાણ્યા બે લોકો સામે આઇટી એક્ટ 72 A, કાર્યાલય સંબંધી ગુપ્તચર અધિનિયમ 7, જીપીએ 120 અને આઇપીસી 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વીડિયોમાં શું હતું?

પોલીસ સૂત્રોનું કહેવું છે કે જે વીડિયો વાયરલ થયો છે તેમાં પોલીસનું સ્ટીંગ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કંઇ કરતી નથી અને બેસી રહે છે તેવા પ્રકારની બાબતોનો ઉલ્લેખ કરી વીડિયો બનાવાયો છે.

શખ્સો લોકઅપ સુધી ગયા પણ પોલીસને ખબર જ ન પડી!જે શખ્સોએ વીડિયો ઉતાર્યો છે તે શખ્સો એક એક્ટિવા પર આવ્યા હતા. તેઓ પહેલા પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યાં તેઓને વીડિયો બનાવવાનો મોકો નથી મળતો. જેથી તેઓ વેઇટિંગ રૂમમાં બેસે છે. બાદમાં પીએસઓ ટેબલ અને લોકઅપ સુધી જાય છે ત્યાં વીડિયો ઉતારે છે. બાદમાં કોઇને જાણ ન થાય તે માટે તેઓ ઉપરના માળે જાય છે અને ત્યાંથી નીચે ઉતરી ફરાર થઇ જાય છે. હાલ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading