Video : ગાંધીનગર થર્મલ સ્ટેશનના 135 મીટર ઉંચા 2 કૂલિંગ ટાવર ગણતરીની સેકન્ડમાં ધરાશાયી

News18 Gujarati
Updated: December 1, 2019, 9:29 PM IST

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં 35 વર્ષ પહેલાં બનાવાયેલા બે કુલિંગ ટાવરને આજે ધરાશાયી કરવામાં આવ્યા.

  • Share this:
અમદાવાદ : ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન (Gandhinagar Thermal Power Station) ખાતે આજે આશરે ૩૫ વર્ષ પહેલાં બનાવાયેલા બે કુલિંગ ટાવર (Cooling Tower)ને આજે ધરાશાયી કરવામાં આવ્યા. ડાયનામાઈટથી (Dynamite Blast) આજે બપોરે ત્રણ વાગ્યેને ત્રણ મિનિટે બ્લાસ્ટ કરીને બંન્ને કુલિંગ ટાવર ને કંટ્રોલ બ્લાસ્ટ પદ્ધતિથી તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટના બાદ જાનહાનિ કે નુકશાનના કોઇ સમાચાર નથી. આયોજનબધ્ધ રીતે આ ટાવર તોડી પાડવાની કામગીરી છેલ્લા એક દોઢ મહિના થી ચાલતી હતી. આજે તેને અંતિમ સ્વરૂપ અપાયું હતું. 135મીટર ઉંચા ટાવરો ને તોડી પડાયા હતા

તંત્રએ બ્લાસ્ટના પગલે નાના પથ્થર 150 મીટરના ઘેરાવમાં ઉડવાની શક્યતાને કારણે લોકોને ઈજા પહોંચવાની શક્યતાજોતા એડવાઈઝરી પણ જારી કરી હતી. તકેદારીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરી દેવાયા હતા.

આ પણ વાંચો :  આ તે વિકાસ કે વિનાશ! અમદાવાદ ગીતામંદિરનો ઐતિહાસિક દરવાજો જમીનદોસ્ત

વિસ્ફોટ સમયે આસપાસના રહીશઓએ પોતાના ઘરના બારી-બારણાં બંધ કરીને લોક મારીને ઘરમાંથી બહાર નીકળીને સુચવેલી સુરક્ષિત જગ્યાએ જતા રહેવા કહેવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારના રહેતા લોકોએ પોતાના વાહનોને નુકસાન ન પહોંચે તે માટે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા કહેવાયું હતું.

પીવાના પાણીનો જરૂરિયાત મુજબ સંગ્રહ કરવા સૂચના

આસપાસના સેક્ટરના રહીશોને તકેદારીના ભાગરૂપે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. વિસ્ફોટ પહેલાં ઘરમાં પીવાના પાણીનો જરૂરિયાત મુજબ જથ્થો સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત   વિસ્ફોટ સમયે કોલોનીવાસીઓએ સુરક્ષિત જગ્યાએ આશરો લેવો, વિસ્ફોટ વખતે જર્જરીત કે નબળા બાંધકામવાળી જગ્યાએ આશરો ન લેવો, વિસ્ફોટ થાય ત્યારે કોલોની કે આસપાસ ખુલ્લામાં કે ધાબા પર જવું નહીં કૂલિંગ ટાવર તરફ ઘરમાં કાચની બારી કે ખુલ્લા દરવાજા સામે ઊભું ન રહેવું. 
First published: December 1, 2019, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading