Home /News /madhya-gujarat /

Video: રાજ્યમાં સમી સાંજે ઉલ્કા જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ, લાઇવ દ્રશ્યો જોઇ લોકો ડરી ગયા

Video: રાજ્યમાં સમી સાંજે ઉલ્કા જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ, લાઇવ દ્રશ્યો જોઇ લોકો ડરી ગયા

ખગોળશાસ્ત્રીઓના મતે ગુજરાતની ધરતિ પર પડેલો આ પદાર્થ કોઇ ઉલ્કાપિંડ અથવા ઉપગ્રહના ભંગારનો ટૂકડો હોઇ શકે છે.

OMG NEWS: ખગોળશાસ્ત્રીઓના મતે ગુજરાતની ધરતિ પર પડેલો આ પદાર્થ કોઇ ઉલ્કાપિંડ અથવા ઉપગ્રહના ભંગારનો ટૂકડો હોઇ શકે છે. હાલમાં તો આકાશમાં જોવા મળી રહેલા આ અદ્દભૂત નજારા વિશે રાજ્યમાં લોકો ચર્ચા કરી રહ્યા છે અને લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરેલા વીડિયો એક-બીજા સાથે શેર કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    આજે ગુજરાત (Gujarat)ના કેટલાક ભાગોમાં આકાશમાં એક અદ્ભુત ઘટના જોવા મળી હતી, જેને જોઇ કેટલાક લોકો ડરી ગયા હતા તો કેટલાક લોકો આ ખગોળિય ઘટના વિશે જાણવા માટે તત્પર બન્યા હતા અને જેને લઇ લોકો સોશિયલ મીડિયા (Viral Social Media)માં ચર્ચા પણ કરી રહ્યા છે. ખરેખરમાં આજે ગુજરાતના કેટલાક ભાગોમાં આકાશ (Space)માં તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી (Earth) તરફ નીચે ધસમસતો આવ્યો હતો. જોકે આ ખગોળિય ઘટના (Astronomical event) વિશે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ કોઇ ઉપગ્રહના ભંગાર (Satellite debris)ના ટૂકડા હોઇ શકે છે.

    તમને જણાવી દઇએ કે, આજે સાંજે ગુજરાતના કેટલાક ભાગોમાં સાંજે 7 વાગ્યાની આસપાસ આકાશમાં ચમકતી લાઈટના ગોળા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ગુજરાતના સુરત, પંચમહાલ, વડોદરા, અમદાવાદ વલસાડ, નવસારી, આણંદ સહિતના આકાશમાં અગનગોળો જોવા મળ્યા હતા. આ અગનગોળા સ્પેસમાંથી ધરતિ તરફ આવી રહ્યા હતા અવે ગુરૂત્વાકર્ણષના કારણે તેમની ઝડપ તેઝ થઇ હતી.



    આ અગનગોળા આકાશમાંથી એટલી તેજગતિએ નીચે આવ્યા હતા કે થોડાક જ સમયમાં તેઓ ગાયબ થઇ ગયા હતા અને ગુજરાતના કોઇ હિસ્સામાં પડ્યા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. જોકે બાદમાં એક એવી જાણકારી પણ સામે આવી છે કે, આણંદના આસોદર નજીક આકાશમાંથી અત્યંત પ્રકાશિત વસ્તુ ધરતી પર પડી હતી. જો કે આકાશમાંથી આવેલો આ પદાર્થ જમીન પર આવતા પહેલા જ તે આકાશમાં સળગી ઉઠ્યો હતો.

    આ પણ વાચો- કરુણ ઘટના! વલસાડમાં કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા પાંચ પૈકી બે બાળકો ડૂબ્યા, બે પિતરાઈ ભાઈઓના મોત

    ખગોળશાસ્ત્રીઓના મતે ગુજરાતની ધરતિ પર પડેલો આ પદાર્થ કોઇ ઉલ્કાપિંડ અથવા ઉપગ્રહના ભંગારનો ટૂકડો હોઇ શકે છે. હાલમાં તો આકાશમાં જોવા મળી રહેલા આ અદ્દભૂત નજારા વિશે રાજ્યમાં લોકો ચર્ચા કરી રહ્યા છે અને લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરેલા વીડિયો એક-બીજા સાથે શેર કરી રહ્યા છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરતા થયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Space Station, Space અંતરિક્ષ, અમદાવાદ ન્યૂઝ, ગુજરાતી ટોપ ન્યૂઝ

    આગામી સમાચાર