રિલાયન્સે છેલ્લા ચાર વર્ષમાં 1.25 લાખ કરોડનું રોકાણ કર્યું, રોજગારી, jio અંગે શું કહ્યું મુકેશ અંબાણીએ? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: January 11, 2017, 12:52 PM IST
રિલાયન્સે છેલ્લા ચાર વર્ષમાં 1.25 લાખ કરોડનું રોકાણ કર્યું, રોજગારી, jio અંગે શું કહ્યું મુકેશ અંબાણીએ? જાણો
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભે ગુજરાતી હોવાનો ગર્વ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશાળ કંપનીનું વિસ્તર કરી અને લોકોના પ્રેમ અને શ્રધ્ધા જીત્યા છીએ. રિલાયન્સે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 1.25 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જામનગર ખાતે રિફાઇનરીમાં થઇ રહેલા વિસ્તરણથી પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે.

  • Pradesh18
  • Last Updated: January 11, 2017, 12:52 PM IST
  • Share this:
ગાંધીનગર #દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રારંભે ગુજરાતી હોવાનો ગર્વ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશાળ કંપનીનું વિસ્તર કરી અને લોકોના પ્રેમ અને શ્રધ્ધા જીત્યા છીએ. રિલાયન્સે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 1.25 લાખ કરોડનું રોકાણ કર્યું છે. જામનગર ખાતે રિફાઇનરીમાં થઇ રહેલા વિસ્તરણથી પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગર્વ છે કે હું વાઇબ્રન્ટ ગુજરાતનો શરૂઆતથી જ સહભાગી રહ્યો છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અંગે એટલું કહીશ કે એમણે પહેલા ગુજરાતને વિકાસની કેડીએ પહોંચાડ્યું અને હવે તેઓ દેશને વિકાસના આસમાને લઇ જઇ રહ્યા છે.

હું આભાર માનું છે કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાતની કેડીની સાચવી રાખી છે. આ માટે હું ગુજરાતની આખી ટીમને અભિનંદન પાઠવું છું. અમને ગર્વ છે રિલાયન્સ એ ગુજરાતી કંપની છે. મારા પિતા ધીરુભાઇ અંબાણી ગુજરાતમાં જન્મ્યા અને ઉછર્યા હતા.

મને કહેતાં આનંદ થાય છે કે આ વાઇબ્રન્ટમાં પણ અમે વધુ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યા છીએ. દેશમાં જીયો દ્વારા ડિજિટલ ઇન્ડિયામાં જોડાયા છીએ. આગામી દિવાળી સુધી દેશના તમામ વિસ્તારમાં વિસ્તાર થશે. આગામી સમયમાં તમામ સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ સહિતના સ્થળોને જીયો દ્વારા સાંકળી લેવાશે. રિલાયન્સ એ ગુજરાત સાથે જોડાયેલું છે. અશક્યને શક્ય કરવાના સ્પિરીટથી અમે જોડાયા છીએ અને એ ગતિથી આગળ વધી રહ્યા છે જેનો આનંદ છે.
First published: January 11, 2017
વધુ વાંચો
अगली ख़बर