વાઇબ્રન્ટનાં મહેમાનો લંચમાં જમશે ઊંધિયું, ડિનરમાં હશે રૂ. 4000ની પ્લેટ

News18 Gujarati
Updated: January 18, 2019, 1:19 PM IST
વાઇબ્રન્ટનાં મહેમાનો લંચમાં જમશે ઊંધિયું, ડિનરમાં હશે રૂ. 4000ની પ્લેટ
વાઇબ્રન્ટ સમિટમાં બિરાજમાન ડેલિગેટ્સ

વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશથી અનેક ડેલિગેટ્સ તથા આમંત્રિતો હાલ આવ્યાં છે.

 • Share this:
વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશથી અનેક ડેલિગેટ્સ તથા આમંત્રિતો હાલ આવ્યાં છે. ગુજરાત સરકારે લંચનું આયોજન કર્યુ છે. જેમાં ડેલિગેટ્સને સુરતી ઊંધિયાના જમણ પિરસાશે.

જ્યારે રાત્રે વડાપ્રધાન કાર્યાલય તરફથી આયોજીત ડિનરમાં રજવાડી ખિચડી સહિતના વ્યજંનોનો આર્ડર આપવામાં આવ્યો છે. વીવીઆઈપી માટેના ડિનરની એક ડિશ રૂ. 4000ની છે.

આ પણ વાંચો: ગુજરાત રિલાયન્સનું જન્મ અને કર્મભૂમિ, 'ડિજિટલ ગુજરાત' Jio માટે પ્રતિબદ્ધ : મુકેશ અંબાણી

તે સિવાય વિવિધ ઓર્ગોનાઈઝેશન તરફથી વિદેશી ડેલિગેટ્સ માટે નોનવેજ અને લિકરની ફેસેલિટી સ્ટાર હોટેલ્સમાં જ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદઃ નીતિ આયોગના ચેરમેનના કાફલાને અકસ્માત, એકસાથે 12 કાર અથડાઇ

VVIP લંચ મેનૂ 

 • શિંકજી અને મસાલા છાશ

 • સલાડ અને દાળ ખમણ

 • બ્રોક્રોલી આર્લમન્ડ સૂપ

 • સેફ્રોન ગ્રેવી સાથે શાહી પનીર પસંદા

 • ટેન્જી ગ્રેવી સાથે ચટપટા પંજાબી શાક

 • આલુ મટર રેસાવાળાનું શાક

 • સુરતી પાપડી સાથેનું સુરતી ઊધિયું

 • બેકડ વેજિટેબલ લઝાનિયા ડિશ

 • દાળ તડકા, જીરા ધનિયા પુલાવ

 • ફુલ્કા રોટલી અને અજવાઈન પરોઠા

 • પાપડ, અથાણા, ચટણી અને રાયતું

 • રાજભોગ શ્રીખંડ, રેડ વેલવેટ પેસ્ટી

 • સીતાફળનો આઈસક્રીમ, મુખવાસમાં પાન

First published: January 18, 2019
વધુ વાંચો
अगली ख़बर