વાહન ચાલકો સાવધાન, 15 એપ્રિલથી ફરી શરૂ થશે ઈ-મેમો

News18 Gujarati
Updated: April 5, 2018, 10:57 PM IST
વાહન ચાલકો સાવધાન, 15 એપ્રિલથી ફરી શરૂ થશે ઈ-મેમો

  • Share this:
મહાનગરોમાં વાહન ચાલકોએ થોડા સમયથી હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આ હાશકારો હવે થોડા દિવસો પુરતો જ છે. 15 એપ્રિલથી ફરી મહાનગરોમાં ઈ મેમો શરૂ કરી દેવામાં આવશે. આરટીઓ દ્વારા સીસીટીવી કેમેરાની સુવિધા વધુ સારી કરી દેવામાં આવી છે. હવે ફરી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા લોકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.

અમદાવાદ સહિત મહાનગરોમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો આપવાનું શરૂ કરી દેવામાં આવશે. હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સાવધાન થઈ જાઓ નહીં તો, ઈમેમો ભરવા તૈયાર થઈ જાઓ. જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિંગ્નલ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.

કેટલો વસુલાશે દંડ

- હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને પ્રથમ વખત રૂ. 100 દંડ વસૂલાશે
- બીજી અને ત્રીજી વખત ભંગ કરનાર પાસેથી રૂ. 300 વસૂલાશે
- ચોથી વખત નિયમ ભંગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે.- રોન્ગ સાઈડ જનાર પાસેથી રૂ. 1000 વસૂલાશે
- ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર પાસેથી રૂ. 1000 વસૂલાશે
- BRTS રૂટમાં ડ્રાઈવ કરનાર પાસેથી રૂ. 1000 વસૂલવામાં આવશે.
First published: April 5, 2018, 10:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading