કોરોનાના કહેર વચ્ચે લૂંટાતો ગ્રાહક, નાના શાકભાજીના વેપારીઓએ રડાવ્યા ગ્રાહકોને
કોરોનાના કહેર વચ્ચે લૂંટાતો ગ્રાહક, નાના શાકભાજીના વેપારીઓએ રડાવ્યા ગ્રાહકોને
પ્રતિકાત્મક તસવીર
નાના શાકભાજીઓ દ્રારા વધુ રુપિયા પડાવવામાં આવી રહ્યા છે, કોરોનાને તક માનીને લાભ ઉઠાવી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં સરકારનું ધ્યાન દોરાય તો લોકફરિયાદ દૂર થઈ શકે તેમ છે
લોકડાઉનના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ સરકાર લોકો માટે મદદગાર સાબિત થઈ રહી છે. પરંતુ શાકભાજીના ફેરિયાઓ જાણે કે ગેરલાભ ઉઠાવતાં હોય તેમ લોકોને લૂંટતા હોવાની ફરિયાદો વધી છે.. એક સમયે જે શાકનો ભાવ 30 રૂપિયા કિલો હતો તે શાક આજે ડબલ કિંમતે વેચાઈ રહ્યું છે. દરેક એરિયામાં શાકભાજી અલગ અલગ ભાવે વેચાઈ રહ્યું છે. જ્યા શાકભાજીમાં 25 થી લઈને 100 રૂપિયા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. સોસાયટીના નાકે આવેલી દુકાનો તથા ફેરિયાઓ દ્વારા હાલમાં શાકભાજી અને ફળોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પણ, આ શાકવાળાઓ ખરીદદારો પાસેથી વધુ પૈસા પડાવતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે. આ અંગે પાલડી વિસ્તારમાં રહેતાં મીનાબેનનું કહેવું છે કે, તેઓ જ્યારે 2જી માર્ચે શાકભાજી લેવા આવ્યા ત્યારે શાકભાજીના ભાવ નિયત્રિંત હતા અત્યારે દરેક શાકભાજીના ભાવમાં ડબલ વધારો છે.
આ છે શાકભાજીના હાલના ભાવ
લોકડાઉનના શરૃઆતના દિવસોમાં અથવા એ પહેલાં ટમેટાના ભાવ રૃપિયા ૧૫થી ૨૦ના પ્રતિકિલો હતા તે હાલમાં રૃપિયા ૩૦ કરી નખાયા છે.ચોળીના ભાવ 50 રૂપિયા હતા જે અત્યારે 100 રૂપિયા કિલો વેચાઈ રહી છે. આ તરફ 60 રૂપિયા વેચાતા ટિંડોળા હાલ 90 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે 20 રૂપિયા કિલો ફુલાવરના ભાવ 40 રુપિયા બોલાય છે. તો 15 રુપિયે મળતી કોબી 30 રુપિયા બોલાય છે. જયારે 60 રુપિયે કિલો વેચાતી ચોળી 100 રુપિયા બોલાય છે. જયારે 30 રૂપિયે વેચાતા રિંગણ 60 રૂપિયે કિલો અને 30 રુપિયે કિલો વેચાતા કારેલાં 60 રુપિયા કિલો વેચાઈ છે. જયારે ગવાર 100 રૂપિયા વટાણા 100 ડુંગળી 40 રુપિયા અને બટાકા 25 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. દૂધી પણ 80 રૂપિયે કિલો વેચાઈ રહી છે.આ અંગે શાકભાજી વિક્રેતા દિનેશભાઈનું કહેવું છે કે તેઓ દરરોજ 5 વાગે શાકભાજી લેવા જમાલપૂર જાય છે શાકભાજી સારું મળતું નથી અને જે મળે તેમાં ગ્રાહકો ખરીદવા તૈયાર નથી. સારા શાકભાજીની માંગ સામે એ પ્રમાણે શાકભાજીના ભાવ લઈએ છીએ. અછત નથી પરંતુ ક્વોલિટી પ્રમાણે અમે શાકભાજીના ભાવ લઈએ છીએ.
હોલસેલમાં શાકભાજીના ભાવ શું
એપીએમસી જમાલપૂર માર્કેટમાં શાકભાજી પ્રતિનિધી અહેમદ પટેલના કહેવા પ્રમાણે શાકભાજી માર્કેટની હાલત અત્યંત કપરી છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. આ ભાવમાં વેપારીઓ 5 થી 10 રૂપિયા વધારીને ગ્રાહકોને વેચતા હોય છે પરંતુ હાલ કોરોનાને પગલે વેપારીઓએ શાકભાજીમાં 50 રૂપિયા ભાવવઘારો કર્યો છે.
હોલસેલના ભાવની વાત કરીએ તો
નાના શાકભાજીઓ દ્રારા વધુ રુપિયા પડાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ વર્ષોથી વેચાણ કરતાં વેપારીઓ પણ કોરોનાને તક માનીને લાભ ઉઠાવી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં સરકારનું ધ્યાન દોરાય તો લોકફરિયાદ દૂર થઈ શકે તેમ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર