ગુરુવારે બપોરે ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું, પડશે ભારે વરસાદ

News18 Gujarati
Updated: June 12, 2019, 6:12 PM IST
ગુરુવારે બપોરે ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું, પડશે ભારે વરસાદ
પ્રતિકાત્મક તસવીર

વાવાઝોડાની આગળ વધવાની ગતિ ધીમી પડતા ગુરુવારે વહેલી સવારે વાયુ દરિયા કાંઠે પહોંચવાનું હતું જે બપોર પછી પહોચશે.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગરઃ વાવાઝોડાનું જોર ધીમે ધીમે વધતું જાય છે. જેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં થવા લાગી છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર દ્વારા વાયુ વાવાઝોડા આંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાવાઝોડાની આગળ વધવાની ગતિ ધીમી પડતા ગુરુવારે વહેલી સવારે વાયુ દરિયા કાંઠે પહોંચવાનું હતું જે બપોર પછી પહોચશે. વાવાઝોડાની દિશા થોડી બદલાશે અને તે દ્વારકા અને વેરાવળ વચ્ચેથી પસાર થશે.

પવનની ગતિ વિશે જણાવતા જયંત સરકારે જણાવ્યું હતું કે, પવનની ગતિ 155 - 165 કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને ગતિ વધીને 180 કિલોમીટર પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું અમરેલી, ગીર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, કચ્છ અને જામનગરને અસર કરશે. વાવાઝોડાની તિવ્રતા વધવાની માહિતી જયંત સરકારે આપી હતી.

આ પણ વાંચોઃ-LIVE: વાવાઝોડું વેરાવળથી 280 કિમી દૂર, 155થી 165 કિમીની ઝડપે દરિયાકાંઠે ટકરાશે

વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું પણ જણાવ્યું હતું. વાવાઝોડાના કારણે ભારે નુકસાન થવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. વાવાઝોડા ઉપર સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. અને વાવાઝોડા અંગે સરકારને સતત અપડેટ કરતા હોવાનું પણ જયંત સરકારે જણાવ્યું હતું.
First published: June 12, 2019, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading