'વાયુ' વાવાઝોડું : રાજ્યના 687 ગામમાં વીજ પુરવઠો ઠપ થવાની ભીતિ

News18 Gujarati
Updated: June 12, 2019, 11:34 AM IST
'વાયુ' વાવાઝોડું : રાજ્યના 687 ગામમાં વીજ પુરવઠો ઠપ થવાની ભીતિ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઊર્જા વિભાગે કન્ટ્રોલ રૂમ ઊભા કર્યા, 50 ટીમો તહેનાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઊર્જા વિભાગે કન્ટ્રોલ રૂમ ઊભા કર્યા, 50 ટીમો તહેનાત

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર/અંકિત પોપટ, રાજકોટ : 'વાયુ' વાવાઝોડાના કારણે 687 ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. વાવાઝોડાના કારણે 206 વીજ થાંભલા, 158 વીજ ફીડર તથા 5 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થિતિને પહોંચી વળવા માટે ઊર્જા વિભાગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને જીટકોના બે અધિકારી સહિત 50 ટેકનીકલ ટીમોને સૌરાષ્ટ્રમાં મોકલી આપી છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારાની ટીમ તહેનાત કરી છે ઉપરાંત તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે દરેક સ્થળે પૂરતો સ્ટાફ હાજર રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. લાઇન કામ કરતાં કોન્ટ્રાક્ટરોને મજૂરોની સાથે તૈયાર રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો, 'વાયુ' વાવાઝોડાની અસર : તિથલના દરિયામાં તોતિંગ મોજા ઉછળ્યાં

આ ઉપરાંત, ઊર્જા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્‍યા છે. જૂનાગઢ, અમરેલી, સોમનાથ સહિતના જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે.

આ પણ વાંચો, 'વાયુ'ની અસર : આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

આ પણ વાંચો, પોરબંદરમાં તંત્ર ઊંઘતું ઝડપાયું, જાહેરનામાનો ભંગ કરી ચોપાટી પર ભીડ જામી
First published: June 12, 2019, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading