વાયુ વાવાઝોડુ: 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

News18 Gujarati
Updated: June 13, 2019, 5:56 PM IST
વાયુ વાવાઝોડુ:  12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ
પ્રતિકાત્મક તસવીર

આ સમયે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે.

  • Share this:
રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સમયે સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩-૬-૧૯ ને ગુરૂવારના રોજ સવારે છ થી બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ઉલ્લેખનીય છે કે,  રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે 8.00 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45, સરસ્વતી તથા હારિજમાં 16, પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12 મી.મી. વરસાદ પડ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઇડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18 ૧૬ મી.મી. વરસાદ પડ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઊંઝામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી. વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથજિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કઠલાલમાં 13 મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં 27 મી.મી. અને સોનગઢમાં 15 મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 38 મી.મી. વરસાદ વરસ્યો હતો.
First published: June 13, 2019, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading