'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા : સ્કાયમેટ

News18 Gujarati
Updated: June 13, 2019, 8:11 AM IST
'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા : સ્કાયમેટ
સેટેલાઇટ તસવીર

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવી શક્યતા રહેલી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું 'વાયુ' વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે.. શક્યતા છે કે કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.

આ પણ વાંચો : વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે સહાય માટે હાથવગા રાખો આ નંબર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાની દિશા બદલાવા પાછળનું કારણ વાયુની નબળા વાતાવરણ સાથેની ટક્કર હોઈ શકે છે.

અરબી સમુદ્રમાં ઉભી થયેલી સિસ્ટમ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની ઝડપ ઘટી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થયા બાદ વાયુનો મુકાબલો ઉત્તર-અરબી સમુદ્રમાં એન્ટી-સાઇક્લોન સાથે ટકરાશે. આથી કરાચી દરિયાકાંઠા નજીક આ સિસ્ટમ સ્થિર થઈ જાય તેવી શક્યતા રહેલી છે. એટલે એવી પૂરી શક્યતા રહેલી છે કે વાયુ જમીન પર નહીં આવે પરંતુ તે દરિયામાં જ નબળું પડી જશે. જોકે, આ સાચી પરિસ્થિતિ જાણવા માટે થોડી રાહ જોવી પડશે.

આ પણ વાંચોવાયુની તબાહીની તસવીરોઃ વેરાવળમાં થાંભલા પડ્યા, છાપરાં ઉડ્યાગુરુવારે સવારે વાયુ પોરબંદરથી 210 કિલોમીટર દૂરના અંતરે સ્થિત છે. વાયુ વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું રહેશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી રહ્યું છે ત્યારે કાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન વાયુ વાવાઝોડાની અસરને પગલે વેરાવળ, ઓખા, દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.
First published: June 13, 2019, 7:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading