4 ટીમ, 9 દિવસ, 4200 કિ.મી સફર કરી પોલીસએ લુંટ With મર્ડરનો ભેદ ઉકેલ્યો

News18 Gujarati
Updated: November 12, 2019, 10:52 PM IST
4 ટીમ, 9 દિવસ, 4200 કિ.મી સફર કરી પોલીસએ લુંટ With મર્ડરનો ભેદ ઉકેલ્યો
આરોપી અને વટવા પોલીસ ટીમ

આરોપીઓ સુધી પહોચવા માટે પોલીસે લગભગ 40થી વધુ જગ્યાના સીસીટીવી ફુટેજ પણ ફેંદી નાખ્યા હતા.

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ: શહેરમાં 31મી ઓક્ટોમ્બરે પૂર્વ વિસ્તારમાં એક જ દિવસે હત્યાના બે બનાવો બનતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જેમાં એક બનાવ શહેરના વટવા વિસ્તારમાં બન્યો હતો. વટવામાં આવેલ મહાલક્ષ્મી પ્રોવીઝન સ્ટોરમાં રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સો દિનેશ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી રૂપિયા 3500ની લુંટ કરીને ફરાર થઇ ગયાં હતાં.

ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી, અને આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ત્રણ વ્યક્તિઓ શંકાસ્પદ જોવા મળ્યા હતાં. જેથી પોલીસે આ ત્રણેય વ્યક્તિઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામે લગાડી હતી. જેમાં પોલીસને સફળતા મળતા નંદકિશોર ઉર્ફે નંદુ શર્મા અને મનીષ શર્માની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં અન્ય એક આરોપી દયાલસિંગ રાજપુત જેની રાજસ્થાન પોલીસે ત્યાંના ગુનામાં ધરપકડ કરી છે. દયાલસિંગ પર લગભગ અનેક ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે.

લુંટ વીથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, ગુનામા તમામ આરોપીનો મહત્તમનો રોલ હતો. જેમ કે શ્રવણ જોષી કે જે રીક્ષા ચલાવી રહ્યો છે, અને તેણે જ આ જગ્યા પર લુંટ કરવાથી રોકડ મળી રહેશે તેવી ટીપ આપી હતી. મનીશે પ્લાન બનાવી લુંટ માટે બાઈક ચોરીને આપ્યુ હતુ. નંદકિશોરે ઉર્ફે નંદુએ હત્યા અને લૂંટ બાદનુ પ્લાનિંગ કર્યુ હતુ. અને દયાલે હથિયારની વ્યવસ્થા કરી લૂંટ માટે ફાયરિંગ કર્યુ હતુ. પોલીસ માટે આરોપી સુધી પહોંચવા માટે નંદુ મહત્વની કડી બન્યો છે.

હત્યાના ગુનામા સંડોવાયેલ આરોપીના નામ અને હકિકત મળતા પોલીસે 4 ટીમો બનાવી 9 દિવસમાં 4200 કિલોમીટરની સફર કરી હતી અને બાદમા આરોપીને ઝડપી લેવામા આવ્યા. એટલું જ નહીં આરોપીઓ સુધી પહોચવા માટે પોલીસે લગભગ 40થી વધુ જગ્યાના સીસીટીવી ફુટેજ પણ ફેંદી નાખ્યા હતાં. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપી શ્રવણ જોષીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
First published: November 12, 2019, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading