પતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી

News18 Gujarati
Updated: October 16, 2019, 10:20 AM IST
પતિ અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો, ત્રાસ સહન ન થતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી
વિશ્વાસ ન કરો - વિશ્વાસ કોઇ પણ સંબંધમાં મહત્વનો ભાગ ભજવે છે. ડોમિનેટિંગ નેચર વાળા બોયફ્રેન્ડને પોતાના સિવાય કોઇની પર પણ ભરોસો નથી હોતો. તે તમારી તમામ વાતને શંકાની નજરે જુઓ છે. અનેકવાર તે છૂપાઇને તમારો પીછો કરે છે. અને જો તમે કોઇની પણ સાથે વાત કરતા દેખી જાય છે તો ત્યાં જ ઝગડો કરવા આવી જાય છે. અને આ તમામ વાતોને તે પોતાનો પ્રેમ કે પ્રોટેક્ટિવ નેચર કહે છે. વળી તે તમારા પર ભરોસા ન કરવા માટે પણ તમને જ જવાબદાર માને છે.

અમદાવાદ : વાસણા પોલીસે યુવતીના પતિ અને સાસુ સામે નોંધ્યો ગુનો, મૂળ વડોદરાની યુવતીના અમદાવાદમાં લગ્ન થયા હતા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : પરિણીતાઓ પર સાસરિયાઓ તરફથી ત્રાસ ગુજારવામાં આવતો હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદ પ્રમાણે લગ્નના એક વર્ષ સુધી યુવતીના સાસુ અને તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં યુવતીનો પતિ તેને ન ગમતા કામો કરવાનું પણ કહેતો હતો. ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ તેને અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો હતો.

મૂળ વડોદરાની રહેવાસી 26 વર્ષીય યુવતીના લગ્ન અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. એકાદ વર્ષ પહેલા થયેલા લગ્ન બાદ સાસરિયાઓએ થોડા દિવસો સુધી યુવતીને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં સાસુએ અસલી રંગ બતાડ્યો હતો. યુવતીની સાસુ તેને અવારનવાર ઘરના કામ બાબતે મહેણાંટોંણા મારીને માનસિક ત્રાસ આપતી હતી. એટલું જ નહીં તેના પતિએ તો વિકૃતીની હદ વટાવતા તે અવારનવાર મુખમૈથુન માટે ફરજ પાડતો હતો. યુવતીને આ બધું પસંદ ન હોવા છતાં લગ્ન જીવન બચાવવા માટે ત્રાસ સહન કરતી રહી હતી. પોતાનું ઘર ન ભાંગે અને તેના માતાપિતા દુઃખી ન થાય તે માટે તેણી તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીએ પ્રેમિકા સાથે આપઘાત કર્યો

જોકે, આ મામલે સાસુ અને પતિએ ત્રાસની મર્યાદા વટાવી દેતા યુવતી કંટાળી ગઈ હતી. આ મામલે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. પરિવારે આ મામલે વાસણા પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
First published: October 16, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading