Home /News /madhya-gujarat /

Vanrakshak Paper: વનરક્ષક પરીક્ષાના પેપર લીકની આશંકા વચ્ચે ઉમેદવારોએ ઠાલવ્યો રોષ

Vanrakshak Paper: વનરક્ષક પરીક્ષાના પેપર લીકની આશંકા વચ્ચે ઉમેદવારોએ ઠાલવ્યો રોષ

પરીક્ષા આપનાર ઉમેદવારો

Van Rakshak exam paper leak: વનરક્ષકની ચાર વર્ષ બાદ  પરીક્ષા તો યોજાઈ. પણ આ પરીક્ષા પણ વિવાદમાં સપડાઈ. મહેસાણાના (Mehsana Unava) ઉનાવાના પરીક્ષામાં ગેરરીતિ (Irregularity in examination) થઈ હોવાના સમાચાર વાયરલ થયા છે.

અમદાવાદઃ આ પહેલી વારની ઘટના નથી દર વખતે પરીક્ષા (Exam) લેવાય છે અને પેપર ફૂટે છે. હવે તો પરીક્ષા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે તો ભરતીની જગ્યાએ  ફોરેસ્ટના 12 લાખ, PSIના 15 લાખ જાહેર કરી દેવા જોઈએ. એટલે 18 વર્ષ અમારી ઉંમર થાય તો ખબર પડે કે 15 લાખ ભેગા કરીએ તો psi થઈ જવાશે. બાકી આ વસ્તુ કરવાની જરૂર નથી. આ આક્રોશ વનરક્ષકની ભરતી (Forest ranger recruitment) માટે દૂરદૂરથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોનો (candidate) છે.

મહેસાણાના ઉનાવાના પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની ઘટના સામે આવતા ઉમેદવારોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વનરક્ષકની ચાર વર્ષ બાદ  પરીક્ષા તો યોજાઈ. પણ આ પરીક્ષા પણ વિવાદમાં સપડાઈ. મહેસાણાના ઉનાવાના પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના સમાચાર વાયરલ થયા છે. અને ચાર વર્ષથી પરીક્ષા આપવા માટે જે વિધાર્થીઓ રાહ જોઇને બેઠા હતા તેના પર પાણી ફરી વળ્યું.

ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા પરીક્ષા આપીને આવેલા ઉમેદવારઓએ જણાવ્યું કે સરકારને એટલું જ કહેવું છે કે પરીક્ષા લેવાની પહોંચ ન હોય તો પરીક્ષા લો જ નહીં. અમે અમારી રીતે ગમે તે કરીને ધંધો કરી લઈએઅને તમારે જો પૈસા જ જોતા હોય તો ગમે તે કરી પૈસા ભેગા કરી પૈસા આપીએ.

આ પણ વાંચોઃ-રાજકોટ : પ્યાલી સાથે રાત વિતાવવાના ચક્કરમાં પરિણીત યુવાન રાત ભર ખાતો રહ્યો પોલીસ સ્ટેશનના ચક્કર

આ પેપર પહેલીવાર ફૂટ્યું નથી દરેક વખતે ફૂટે છે અને હરેક વખતે કોઈ એકશન લેવામાં આવતા નથી. અમારે ઉછી ઉધારા કરી પૈસા લાવી આવી પરીક્ષા આપીએ છીએ. અમે વાવ થરાદ છેવડા ના ગામથી આવીએ જે મિનિમમ 200થી 250 કિલોમીટર દૂર થાય.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સજ્જુ કોઠારી ગુપ્ત રૂમમાં છુપાયો હતો, પોલીસે દિલધડક ઓપરેશન કરી દબોચી લીધો

સરકારને આમાં ચોખી ઇન્કમ છે બસભાડુ અમે ખર્ચીને આવીએ છીએ વિધાર્થી ચલણ ભરે લાખોની સંખ્યામાં ઉમેદવાર ટ્રાવેલિંગ કરે છે. 300 કિલોમીટર દૂર જાય હોટલમાં રોકાય, રિક્ષાભાડા ખર્ચે, એક વિદ્યાર્થી 3 હજાર ખર્ચો કરતો હશર આવી બધી પરીક્ષામાં 3 હજાર ખર્ચો થાય અને સફળતા બાબતે ઝીરો છે.

મહેનત બધાની સારી હોય છે પણ પરિસ્થિતિ બધાની સારી હોતી નથી ચાર વર્ષથી અમે તૈયારી કરીએ છીએ. પૈસાની એટલી ભૂખ હોય તો ભરતીની જગ્યાએ જાહેર કરી દેવું જઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 12 લાખ, પીએસઆઇ ના 15 લાખ એટલે 18 વર્ષ અમારી ઉંમર થાય તો ખબર પડે કે 15 લાખ ભેગા કરીએ તો psi થઈ જવાશે. બાકી આ વસ્તુ કરવાની જરૂર નથી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Paper leak

આગામી સમાચાર