Home /News /madhya-gujarat /

Mass promotion! માસ પ્રમોશન આપ્યું તો 25 ટકા ફી માફી પણ આપો : વાલીમંડળે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Mass promotion! માસ પ્રમોશન આપ્યું તો 25 ટકા ફી માફી પણ આપો : વાલીમંડળે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

પ્રતિકાત્મક તસવીર

Gujarat School fees hight court: સરકાર દ્વારા ધોરણ 1થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન (students mass promotion) આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં વાલીઓમાં ફરી ફી મુદ્દે રાહત મેળવવા સળવળાટ ઉઠ્યો છે.

અમદાવાદ: ફરી એકવાર સ્કુલ ફીમાં (school fee) 25 ટકા રાહતની માંગ વાલીઓ દ્વારા ઉઠી છે. હાલમાં સરકાર દ્વારા ધોરણ 1થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન (students mass promotion) આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં વાલીઓમાં ફરી ફી મુદ્દે રાહત મેળવવા સળવળાટ ઉઠ્યો છે. આ મામલે હવે વાલીમંડળ હાઈકોર્ટના (Gujarat hightcourt) શરણે પહોચ્યું છે અને ફી મુદ્દે 25 ટકા રાહત મળે તેવી જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે.

કોરોનાના કારણે ગત વર્ષે ધોરણ 1થી 12ના વિધાર્થીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે આ વખતે કેસમાં ઘટાડો થતા ધોરણ 9થી 12ની પરીક્ષાઓ લેવામાં આવી. પરંતુ હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એવી જ રીતે ગતવર્ષે કોરોનાના કારણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. જેને લઈ આ વર્ષે પણ ફીમાં  રાહત મળે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.

તે મામલે સતત રજૂઆતો પણ સરકારમાં થતી રહી હતી. જે તે સમયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હતા ત્યારે યોગ્ય સમયે ફીમાં રાહત અંગે નિર્ણય લેવાશે તેવું નિવેદન પણ તેમનું સામે આવ્યું હતું. પરંતુ ત્યારબાદ સરકારમાં બદલાવ આવતા નવા આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ફી માફીનો છેદ ઉડાડી દીધો હતો. જોકે હવે ફરી ધોરણ 1થી 8માં માસ પ્રમોશનનો નિર્ણય થતા ફી મામલે રાહતની માંગ ઉઠી છે.

આ મામલે અરજદાર નરેશ શાહ દ્વારા એક જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારએ જણાવ્યું કે ધોરણ 1 થી 8 ના વર્ગો 3 જ મહિના ચાલ્યા હોવાથી તેમજ સંપૂર્ણ કોર્ષ પણ પૂરોના થઈ શક્યો હોવાથી 25 ટકા ફી માફીની માંગ છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન શિક્ષણ ઑફલાઈન ના થઈ શક્યું તેમજ કોર્ષ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

આ પણ વાંચોઃ-113 મહિલાઓને ફોન કરી અભદ્ર વાતો કરતા નરાધમની ધરપકડ, 36 જીલ્લાની પોલીસ કરી રહી હતી શોધખોળ

સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું છે એવામાં શૈક્ષણિક વર્ષ 2020 - 21માં 25 ટકા ફી માફી માટે પણ વાલીઓ હકદાર બને છે. શૈક્ષણિક સત્ર પૂરું થયું અને જો માસ પ્રમોશન અપાતું હોય તો ફીમાં પણ વાલીઓને રાહત મળવી જોઈએ.

કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 - 22 માં પણ 25 ટકા ફી માફીને લઈ હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! મહિલા PSIએ લગ્નના થોડા મહિના પહેલા જ ભાવિ પતિની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો

પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નહીં, અંતે હવે માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ તેવી અરજી અરજદાર દ્વારા કરવામાં આવી છે. મહત્વનુ છે કે આ ફી માફી મામલો હવે હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarat highcourt, Gujarati news, School Fees

આગામી સમાચાર