અમદાવાદ: વેલેન્ટાઈન ડે પહેલા જ કૉલેજમાં બબાલ, બે લોકોએ વિદ્યાર્થીના માથામાં પથ્થર મારી દીધો

અમદાવાદ: વેલેન્ટાઈન ડે પહેલા જ કૉલેજમાં બબાલ, બે લોકોએ વિદ્યાર્થીના માથામાં પથ્થર મારી દીધો
પ્રતીકાત્મક તસવીર

બે શખ્સોએ 'વેલેન્ટાઈન ડે ચલ રહા હૈ' કહીને વિદ્યાર્થીઓને હેરાન કર્યા હતા, બાદમાં એક વિદ્યાર્થીને માર મારી માથામાં પથ્થર મારી દેતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો.

  • Share this:
અમદાવાદ: આધુનિક પેઢીમાં 'વેલેન્ટાઈન ડે' (Valentine Day)નું મહત્ત્વ વધી ગયું છે. વેલેન્ટાઈન ડે આવે તે પહેલા જ કૉલેજ (College)ના નવ-યુવાનોમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની રાયપુર દરવાજા પાસે આવેલી વિવેકાનંદ કૉલેજ (Vivekananda College)માં ભણતા બે વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે સીડી વાટે નીચે ઉતરતા હતા. આ દરમિયાન બે શખ્સોએ 'વેલેન્ટાઈન ડે ચલ રહા હૈ' કહીને આ વિદ્યાર્થીઓને હેરાન કર્યા હતા. બાદમાં બે લોકોએ એક વિદ્યાર્થીને માર મારી માથામાં પથ્થર મારી દેતા લોહીલુહાણ હાલતમાં તેને સારવાર અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતો સચિન પરિહાર રાયપુર દરવાજા ખાતે આવેલી વિવેકાનંદ કૉલેજમાં અભ્યાસ કરે છે. ગુરુવારે તે કૉલેજ ગયો હતો અને બાદમાં બપોરે લેક્ચર પૂરા થતા તે અને તેનો મિત્ર સંદીપ કૉલેજ નીચે બહાર આવ્યા હતા. આ સમયે કૉલેજમાં જ ભણતા બે યુવકોએ સચિન અને સંદીપ કે જેઓ યુવતીઓ સાથે સીડીમાંથી નીચે ઉતરતા હતા તેમને વેલેન્ટાઈન ડે ચલ રહા હૈ તેવું કહ્યું હતું. આ સમયે સચિને અમે ભણવા આવીએ છીએ, ખોટી વાતો કરશો નહીં તેમ જણાવ્યું હતું.



આ પણ જુઓ:  શ્રી સાંવલિયા સેઠ મંદિરને મળ્યું એટલું દાન કે સ્ટાફ નોટો ગણી ગણીને થાક્યો!



જે બાદમાં કૉલેજના જ આ બે શખ્સોએ જોતજોતામાં સચિનને માર માર્યો હતો. આટલું જ નહીં, સચિનને માથામાં પથ્થર મારી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. સચિનને તાત્કાલિક એલ.જી. હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તેની સારવાર કરવામાં આવી હતી. બીજી બાજુ કાગડાપીઠ પોલીસે બે અજાણ્યા લોકો સામે આ અંગે મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં 'બિગેસ્ટ હાર્ટ' બન્યું લોકોનાં આકર્ષણનું કેન્દ્ર

14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે (Valentine day celebration)ની ઉજવણી કરવા પ્રેમી યુગલો તૈયારી કરી રહ્યા છે. કોઈ ગુલાબ આપીને તો કોઈ મોંઘી ગિફ્ટ (Gift) આપીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. તો કોઈ વેલેન્ટાઈન ડેની ઉજવણીનો વિરોધ પણ કરશે. હાલ પ્રેમી યુગલો (Couple) પ્રેમના દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન વેલેન્ટાઈન ડે પહેલા અમદાવાદમાં બિગેસ્ટ હાર્ટ (Biggest heart) આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં બિગેસ્ટ હાર્ટ મૂકવામાં આવ્યું છે. આ હાર્ટ કોર્પોરેશન નહીં પરંતુ એક ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આજકાલ લાલ રંગરનું બિગેસ્ટ હાર્ટ યુવાઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજકાલ આ હાર્ટ સેલ્ફી લેવાનું હોટ સ્પોટ બની ગયું છે.
Published by:Vinod Zankhaliya
First published:February 12, 2021, 07:41 am

ટૉપ ન્યૂઝ