Home /News /madhya-gujarat /

Vaishno Devi Stampede:ગુજરાતી પરિવારે વૈષ્ણોદેવીમાં મોતને નજરે જોયું, ભાગદોડનો Live અહેવાલ

Vaishno Devi Stampede:ગુજરાતી પરિવારે વૈષ્ણોદેવીમાં મોતને નજરે જોયું, ભાગદોડનો Live અહેવાલ

વૈષ્ણોદેવીમાં ગુજરાતના જોશી પરિવારને મોતને નજરો સામે જોયું, પ્રત્યક્ષદર્શીની જુબાની

Vaishno Devi Stampede News: ગુજરાતી જોશી પરિવાર ધક્કામુક્કી થયા બાદ વિખુટો પડી ગયો હતો, જાણો કેવી રીતે માતાના દરબારમાં થયું 'મોતનું તાંડવ'

    જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં કટરાના માતા વૈષ્ણોદેવી મંદિર (Vaishno Devi Temple)માં ભક્તોની ભારે ભીડને કારણે થયેલી ભાગદોડ (Vaishno Devi Bhawan Stampede)માં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મંદિરના ગર્ભગૃહની બહાર ગેટ નંબર ત્રણ નજીક નાસભાગ મચી ગઈ હતી.જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે-શનિવારે રાત્રે લગભગ 2.45 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, કેટલીક દલીલો બાદ એકબીજા સાથે ઘક્કા-મુક્કી બાદ નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં ગુજરાતનું જોશી પરિવાર પણ વૈષ્ણોદેવીમાં હતું અને તેમણે નજરે મોત જોયું હતું. પાર્થ જોશીએ વૈષ્ણોદેવીથી લાઇવ માહિતી આપી હતી. પાર્થ જોશીએ જણાવ્યું કે વૈષ્ણોદેવીમાં નાસભાગ મચી ત્યારબાદ ગુજરાત પરિવાર પણ વિખુટો પડી ગયો હતો. જોકે, માઇકમાં એનાઉસમેન્ટ કરાવ્યા બાદ મિલન થયું

    પાર્થ જોશીએ જણાવ્યું હતું કે અમે રાત્રે 2.30 વાગ્યે માતારાનીના દરબાર પાસે હતા. ત્યારે 100-150 લોકોનું ટોળું ભાગ્યું હતું. હું મારી પત્ની મારી બાળકી અમે ત્યાં જ હતા. મેં કેટલાક લોકોના મૃત્યુ લાઇવ જોયા છે. મારી પાસે ઘટનાનો વીડિયો પણ છે.

    મંદિરથી 400-500 મીટર દૂર ઘટના ઘટી

    પાર્થ જોશીએ જણાવ્યું કે અમારો આખો પરિવાર અલગ થઈ ગયો હતો. મારા મમ્મી પપ્પા અલગ થઈ ગયા. પછી જ્યારે વાતાવરણ શાંત થયું પછી એનાઉસમેન્ટ કરાવ્યું અને પછી પરિવારનું મિલન થયું.

    5/ 6 પીએમ મોદીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ દ્વારા 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે 50,000-50,000 ઇજાગ્રસ્તોને આપવામાં આવશે.


    મંદિરના પ્રસાશનમાં બેદરકારી છે

    પાર્થ જોશીએ જણાવ્યું કે મંદિર પ્રસાશનની આ બિલકુલ બેદરકારી સામે જોવા મળી હતી. મંદિર પ્રસાશનની બેદરકારી જોવા મળી હતી. ગઈકાલે જે પબ્લિકનો ફોર્સ હતો તે આજે નથી. પબ્લિક ઓછી જોવા મળી છે. લોકોમાં ડરનો માહોલ છે.

    આ પણ વાંચો : Vaishno Devi Stampede: 'પથ્થર પડવાની અફવા ફેલાતા મંદીરમાં નાસભાગ થઈ', પ્રત્યક્ષદર્શીની જુબાની

    ઉતરવાનો અને ચઢવાનો રૂટ બંને એક જ થઈ ગયા

    પાર્થ જોશીએ જણાવ્યું કે 100-150 માણસનું ટોળું ધસી આવ્યું અને પડાપડી થવા લાગી. મંદિરમાં ઉપર જવાના અને પરત આવવાનો રૂટ એક છે પરંતુ જે રૂટ પર નીચે ઉતરવાનું હતું તે રૂટ પર લોકો ચઢવા લાગ્યા હતા.



    આ પણ વાંચો: Vaishno Devi Bhawan Stampede: વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓની થઈ ઓળખ, જાણો યાદી

    બે ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ અને નાસભાગ મચી

    મેં નજરે જોયું કે જે રૂટ પર લોકોએ ઉતરવાનું હતું ત્યાં લોકો ચઢવા લાગ્યા અને એમાં 100-150 લોકોનું ટોળું સામે આવ્યું અને બે જુથ વચ્ચે બોલાચાલી થઈ અને તેથી નાસભાગ મચી ગઈ. ત્યારબાદ મેં મારી આંખોએ જોયું કે કોઈ વ્યવસ્થા નહોતી
    Published by:Jay Mishra
    First published:

    Tags: Accidents, Vaishno devi, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર