હવે ઈ-મેમો આપવામાં આવશે નહી, સરકારે લીધો નવો નિર્ણય

News18 Gujarati
Updated: January 12, 2018, 8:01 PM IST
હવે ઈ-મેમો આપવામાં આવશે નહી, સરકારે લીધો નવો નિર્ણય
News18 Gujarati
Updated: January 12, 2018, 8:01 PM IST
અમદાવાદ, રાજકોટ, વડોદરામાં અત્યાર સુધી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકના ઘરે ઇ-મેમો આવતો હતો, પરંતુ હવે સરકાર ફરી વખત જૂની પદ્ધતિથી દંડ વસૂલવાની તૈયારી કરી રહી છે.

રાજ્યના કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, જ્યાં સુધી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂરો થશે નહી ત્યાંર સુધી ઈ-મેમો આપવામાં આવશે નહી.

આમ હવે જ્યાર સુધી સ્માર્ટસિટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૈયાર થશે નહી ત્યાર સુધી જૂની પદ્ધતિ પ્રમાણે જ પોલીસ દંડ વસૂલશે. ઇ-મેમો આપવા અંગે રાજ્યગૃહ મંત્રી પ્રદીપસિંહે આજે એટલે કે, શુક્રવારે મીડિયા સમક્ષ પ્રેસકોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારના ઘરે ઇ-મેમો મોકલવામાં નહિ આવે, તમને જુની પદ્ધતિ દ્વારા જ દંડ ફટકારવામાં આવશે. તેમને કહ્યું કે, જ્યાં સુધી સ્માર્ટસિટીની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી વાહન ચાલકના ઘરે ઇ-મેમો મોકલવામાં આવશે નહી.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर