અમદાવાદ : સામાન્ય રીતે એસીબી(ACB)માં સરકારી બાબુઓ સામે લાંચ માંગવાને લઈને ફરિયાદ નોંધવામાં આવતી હોય છે. પરંતુ હવે એસીબીમાં જાતીય સતામણી (Sexual harassment)બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે એસીબીના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. એસીબીએ વડોદરા મેડિકલ કોલેજ (Vadodara Medical College)ના એનાટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈ પી સીની કલમ ૩૫૪ (ક) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
વડોદરા મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક અને હાલમાં જામનગર એમ.પી.શાહ મેડિકલ કોલેજના પ્રાધ્યાપક શૈલેષ નાગર વિરુદ્ધમાં તબીબ શિક્ષકો પાસેથી સી.આર રિપોર્ટ લખવા માટે રૂપિયાની માંગણી અને જાતીય સતામણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગે તેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી રહી હતી. જોકે આ તપાસ દરમિયાન તપાસ કમિટીને કેટલીક ઓડિયો અને વિડિયો ક્લિપ પણ મળી આવી હતી. જેની જાણ એ સી બીને કરતા એ સી બીએ એસ એફ એલની મદદથી ખરાઈ કરતા બાદ તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
બનાસકાંઠા: ઈન્ચાર્જ મહિલા RTO અધિકારીની દિવાળી બગડી, વચોટીયો 83,200ની લાંચ લેતા ઝડપાયો
આરોપી શૈલેષ નાગર તબીબ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને બીભત્સ શબ્દો બોલીને જાતીય સતામણી કરવાના ઇરાદાથી એ સી બીના અરજદારોને હેરાન પરેશાન કરતો હતો. તપાસ દરમિયાન આરોપીએ અમદાવાદ, વડોદરા, પાટણ, જામનગર અને સુરતની મેડિકલ કોલેજનામાં ફરજ બજાવી ચૂક્યો છે. જે પૈકી કેટલીક કોલેજોમાં મહિલા તબીબ શિક્ષક અને વિદ્યાર્થિનીઓની પણ જાતીય સતામણી કરી હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.
સુરત: ધનતેરસે લાંચ લઈ 'ધન' ભેગુ કરવું મહિલા તલાટીને ભારે પડ્યું, ફસાયા ACBના છટકામાં
આરોપી એક સી આર રિપોર્ટ લખવા માટે રૂપિયા દોઢ લાખની માંગણી કરતો હતો. હાલમાં એ સી બીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે એ સી બીના અધિકારીની અપીલ છે કે, આ લંપટ તબીબે અન્ય કોઈને પણ આ રીતે ભોગ બનાવ્યા હોય તો તેઓ એ સી બીનો સંપર્ક કરી શકે છે. જોકે એ સી બીની તપાસ દરમિયાન આરોપીની અનેક કરતૂતોનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે.