લાર્સન એન્ડ ટુબ્રો નોલેજ સિટી SEZમાં ૮ હજારને રોજગારી: સરકારનો દાવો

News18 Gujarati
Updated: July 11, 2019, 3:56 PM IST
લાર્સન એન્ડ ટુબ્રો નોલેજ સિટી SEZમાં ૮ હજારને રોજગારી: સરકારનો દાવો
પ્રતિકાત્મક તસવીર

"૯૦ ટકા એન્જિનિયરોને રોજગારી અપાય છે તેમને રૂ.૪૦,૦૦૦નો શરૂઆતી પગાર મળે છે"

  • Share this:
ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓને રોજગારી માટે સેઝ પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે ત્યારે વડોદરા ખાતેના લાર્સન એન્ડ ટુબ્રોના કાર્યરત સેઝમાં ૮ હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

વિધાનસભા ખાતે મે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને સેઝ પાર્ક સ્થાપવાની મંજૂરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે સેઝની સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો અને આજે રાજ્યમાં અનેક સેઝ શરૂ થયા છે.

જેમાં વડોદરા ખાતેનું એલ. એન્ડ ટી.નું સેઝ નોલેજ સિટી તરીકે ઓળખાય છે. આ નોલેજ સિટીમાં એલ. એન્ડ ટી.ની ત્રણ કંપનીઓ કાર્યરત છે. જેમાં એન્જીનીયરો દ્વારા વિવિધ પ્રોજેક્ટની ડિઝાઈનો તૈયાર કરવામાં આવે છે. દુનિયાના પાવર, રિફાઇનરી, હાઈડ્રોપાવર સહિતના વિવિધ પ્રોજેક્ટ માટેની ડિઝાઈનો તૈયાર કરાય છે, જેમાં એન્જિનિયર તથા અન્ય રીતે આનુષાંગિક સ્ટાફને રોજગારી પૂરી પાડવામાં આવે છે.

૯૦ ટકા એન્જિનિયરોને રોજગારી અપાય છે તેમને રૂ.૪૦,૦૦૦નો શરૂઆતી પગાર મળે છે સ્થાનિક કક્ષાએ પણ નિયમ મુજબ રોજગારી પૂરી પાડવામાં આવે છે
First published: July 11, 2019, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading