વડોદરા: નોર્થ ઇસ્ટથી યુવતીઓ લાવીને સ્પાના નામે ચાલતું હતું સેક્સ રેકેટ, આ રીતે થયો પર્દાફાશ

વડોદરા: નોર્થ ઇસ્ટથી યુવતીઓ લાવીને સ્પાના નામે ચાલતું હતું સેક્સ રેકેટ, આ રીતે થયો પર્દાફાશ
પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

સ્પા એન્ડ મસાજ સેન્ટરમાંથી પકડાયેલી યુવતીઓ ત્રણેક વર્ષથી મસાજ સેન્ટરમાં કામ કરતી હતી

 • Share this:
  વડોદરાના (Vadodara) ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના (Buddha International Spa) નામે ચાલતા સેક્સ રેકેટને શહેર SOG પોલીસે પકડી પાડ્યું છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડીને કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 39 હજારના મુદ્દામાલ સાથે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અક્ષરચોકના સ્પા એન્ડ મસાજ સેન્ટરમાંથી પકડાયેલી યુવતીઓ ત્રણેક વર્ષથી મસાજ સેન્ટરમાં કામ કરતી હતી જ્યારે સ્પાનો મેનેજર પણ આશરે એક વર્ષથી કામ કરતો હતો.

  યુવતીઓ નોર્થ ઈસ્ટ ઇન્ડિયાથી લાવવામાં આવતી હતી  આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરાની SOG પોલીસને માહિતી મળી હતી કે, ઓલ્ડ પાદરા રોડ અક્ષર ચોક ખાતે આવેલા ધ પાર્ક એપાર્ટમેન્ટમાં બીજા માળે બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા ચાલે છે. જ્યાં સંચાલક પ્રિતેશ મિસ્ત્રી નોર્થ ઈસ્ટ ઇન્ડિયાથી યુવતીઓ લાવે છે. જે યુવતીઓના રહેવાની વ્યવસ્થા કરીને બોડી મસાજના નામે સેક્સ રેકેટ ચલાવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીઓનેે 15 હજારનો પગાર મળતો હતો અને નજીકના સ્પ્રિંગ વુડ રેસિડેન્સી, જૂના પાદરા રોડ ખાતે રાખવામાં આવતી હોવાની કબૂલાત કરી હતી.

  બેદરકારી! આગમાં કેટલાય લોકો ભૂંજાયા તો પણ અમદાવાદની 20 હજારથી વધુ બિલ્ડીંગમાં હજી ફાયર NOC જ નથી

  એક કલાકનાં 3થી 9 હજાર રુપિયા લેતા હતા

  આ સંચાલક એક કલાકના વ્યક્તિ દીઠ 3 હજારથી 9 હજાર રૂપિયા લઇને સેક્સ રેકેટ ચલાવતો હતો. આ બાતમીના આધારે પોલીસે રેકેટનો પર્દાફાશ કરવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો. યુવતી રૂમમાં પ્રવેશતા ડમી ગ્રાહકે પોલીસને મિસ કોલ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત રકમ ચુકવવા પોલીસે ચલણી નોટના નંબરો નોંધ કરીને આપેલા રૂપિયાની ચુકવણી કરવા તખ્તો ગોઠવ્યો હતો.

  આયેશા આપઘાત કેસ : પતિ આરિફને લખેલો પત્ર સામે આવ્યો, 'જીતે જી તો તલાક નહીં દુંગી, સો સોચા મર હીં જાતે હેં'

  સ્પાનો મૂળ માલિક રાજકોટનો રહેવાસી

  ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચતા જ એક યુવતી સાથે બોડી મસાજ તેમજ શરીર સુખ માણવા 7 હજાર રૂપિયા નક્કી કર્યાં હતા. ત્યાર બાદ ડમી ગ્રાહકે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી.  પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પાનો મૂળ માલિક કમલેશ શંકરલાલ ચંદાણી (રહે.ગ્રીન સિટી, ગોંડલરોડ, રોજકોટ) છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 07, 2021, 08:03 am

  ટૉપ ન્યૂઝ