Home /News /madhya-gujarat /

CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશે

CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશે

વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

છેલ્લી સભા સંબોધવા માટે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે પહોંચ્યા હતા.

  CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેCM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેવડોદરામાં (Vadodara) રવિવારે 14મી ફેબ્રુઆરીના (14th February) રોજ ભાજપ ચૂંટણી પ્રચાર (BJP Local body Election campaign) દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) તબિયત અચાનક બગડતા તેઓ અચાનક મંચ પર જ ઢળી (callapses on stage) પડ્યા હતા. જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની (Ahmedabad) યુ. એન. મહેતા હૉસ્પિટલમાં (U. N Mehta Hospital) ખસેડવામાં આવ્યા છે. હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. નોંધનીય છે કે, સીએમની તબિયત બગડી હોવા વિશે જાણ થતા જ પીએમ મોદીએ (PM Narendra Modi) ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ખબર સાંભળતા સીએમ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી (Anjaliben Rupani) પણ રાતે જ રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલ આવવા રવાના થઇ ગયા હતા.

  '24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે'

  અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમના સીટી સ્કેન ઓક્સિજન લેવલ સહિતના અનેક રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી. યુ.એન. મેહતા હૉસ્પિટલના ડાયરેક્ટર આર.કે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. વધુ આરામ મળી રહે અને ઓબ્ઝર્વેશનમાં રહે તે માટે તેઓને 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સી. આર. પાટીલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

  જરૂરી સમાચાર- આજથી વાહનો પર FASTag થયું અનિવાર્ય, નહીં હોય તો થશે દંડ, જાણો તેના વિશે બધું જ

  બ્લડ સૂગર ઘટી જતા ઢળી પડ્યા હતા

  નિઝામપુરા વિસ્તારની ચુંટણી પ્રચાર સભામાં ઢળી પડેલા મુખ્યમંત્રીને સ્થળ પર હાજર સયાજી હૉસ્પિટલના ડોક્ટરે મંચ પર જ તેમને તપાસીને પ્રાથમિક સારવાર આપી હતી. 15 જ મિનિટમાં મુખ્યમંત્રી એકદમ સ્વસ્થ થઇ ગયા હતા. ડોક્ટરોએ તપાસ કરતાં મુખ્યમંત્રીનું બ્લડ સૂગર ઘટી ગયેલું જણાયું હતું. જેથી તેમને 25 ટકા ગ્લુકોઝનો ડોઝ અપાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બ્લડ પ્રેશરઅને બ્લડ સૂગર માપતા તે બંને પેરામીટર નોર્મલ હતા.

  પીએમ મોદીએ પણ સીએમના ખબરઅંતર પૂછ્યા

  સીએમ રૂપાણીની તબિયત બગડી હોવા વિશે જાણ થતા જ પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જેમાં પીએમએ તેમને કાળજી લેવાની અને પૂરતો આરામ કરવાની સલાહ આપી હતી.

  આજે મેષ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સુધરી શકે છે, જાણો કેવું છે આપનું રાશિફળ  'મને વધારે તાણના કારણે થોડા ચક્કર આવી ગયા હતાં'

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હાલચાલ પૂછનારા દરેકનો આભાર માનતા કહ્યું કે, 'મને વધારે તાણના કારણે થોડા ચક્કર આવી ગયા હતાં. મારી તપાસ વડોદરાના સ્થાનિક ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી હતી અને જણાવ્યું કે સતત મુસાફરીના કારણે થાક અનુભવાયો જેથી આવું થયું હોય શકે. વધારે તપાસ માટે હું યુએન મહેતામાં જઈ રહ્યો છું. તેમ છતાં મારી સ્થિતિ સામાન્ય લાગે છે. હું નાગરિકોને મારી ચિંતા ન કરવા માટે કહું છું. પૃચ્છા બદલ બધાનો આભાર વ્યક્ત કરું છું.'  સિક્યુરિટિ ઓફિસર તરત સતર્ક થયા

  મહત્ત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના તરસાલી અને સંગમ ચાર રસ્તા વિસ્તારની ચૂંટણી પ્રચાર સભા પતાવીને છેલ્લી સભા સંબોધવા માટે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુંડાઓ વિરુધ્ધ ગુજસીટોક અને પચાવી ન પાડે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં લાવ્યા બાદ હવે આવતી વિધાનસભામાં લવ જેહાદનો કાયદો અમે લાવવાના છે. કડક કાયદા બનાવીએ છીએ. કાયદો વ્યવસ્થાની ચિંતા પણ કરીએ. આટલું કહ્યું પછી તેમણે વિકાસની પ્રાથમિક શરત એ છે કે એટલું બોલ્યા પછી અચાનક જ તેમનો સ્વર એકદમ જ ધીમો પડી ગયો હતો. જે બાદ તેમની નજીકે ઉભેલા સિક્યુરિટિ ઓફિસર તુરત જ મુખ્યમંત્રીની પાછળ લગોલગ આવીને ઊભા રહ્યા હતા. ત્યારે જ મુખ્યમંત્રી મંચ પર ઢળી પડયા હતા. ત્યારે સિક્યુરિટિએ તેમજ મંચ પર હાજર નેતાઓએ મુખ્યમંત્રીને ઊભા કરીને ખુરશીમાં બેસાડયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Vijay Rupani, ગુજરાત, પીઅેમ નરેન્દ્ર મોદી, ભાજપ, વડોદરા, સ્થાનિક સ્વરાજ ચૂંટણી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन