જીગ્નેશ મેવાણીએ વિશ્વવલ્લભ દાસ સામે ફરિયાદ નોંધવા માટે DGPને પત્ર લખ્યો

ankit patel
Updated: September 12, 2019, 9:11 PM IST
જીગ્નેશ મેવાણીએ વિશ્વવલ્લભ દાસ સામે ફરિયાદ નોંધવા માટે DGPને પત્ર લખ્યો
જીગ્નેશ મેવાણીની ફાઇલ તસવીર

સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય પર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ હેઠળ ફરિયાદ નોંધવા પત્ર લખી માંગ કરી છે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગરઃ રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મોરારી બાપુનો (Moraribapu) વિવાદ સમાપ્ત થયા બાદ હવે સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple)રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત (SC ST)જાતિ પર કરવામાં આવેલ જાતીય ટિપ્પણી મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ (Jignesh mevani) રાજ્યના પોલીસ વડા (DGP)શિવાનંદ ઝાને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

(Vadgam MLA)વગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને (Shivanand jha) સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય પર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ તથા સુધારા-2015ની કલમ, IPCની કલમ અને ઇનફરમેશન ટેકનોલોજી એકટ-2000હેઠળ ફરિયાદ નોંધવા પત્ર લખી માંગ કરી છે.

આ પત્રમાં જીગ્નેશ મેવાણી રાજ્ય પોલીસ વડાને જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભદાસ અનુસુચિત જાતિ વિશે, બંધારણીય અને કાયદાકીય પ્રતિબંધિત એવા શબ્દોનો જાહેર સભામાં ઉલ્લેખ અને ટિપ્પણી કરી છે.

જીગ્નેશ મેવાણીએ લખેલો પત્ર


જે અનુસુચિત જાતિના વ્યક્તિને ભારતના નાગરિક તરીકે સમાન રીતે જીવન જીવવા આપેલ હક અને અધિકારોનું પતન કરતું અને રાજ્ય અને દેશના દરેક અનુસુચિત જાતિના વ્યક્તિના આત્મ સન્માનનેઠેશ પહોંચાડે એવું છે, જે બાબતે અનુસુચિત જાતિ સમુદાય ટિપ્પણી પર કરતો સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયાવાઇરલ થયો છે અને એ સહિત જાહેર ડિજિટલ મંચ એવા ‘યુ ટ્યુબ' પર છે વિડીયો ચેનલ પર અનુસુચિત જાતિ ને અપમાનિત કરતી ટિપણીઓ કરી છે.

કાયદાકીય રીતે આપેલા રક્ષણના અધિકાર એટ્રોસીટી એક્ટ અંર્ગત સ્વામી સામે ગુનો નોંધવામાં આવે.સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી મામલે સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં 10થી વધુ જગ્યાએ લોકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવા સાથે પુરાવા સહિત રજુઆત કરવામાં આવી હોવા છતા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તો તે તમામ ફરિયાદો પર કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
First published: September 12, 2019, 9:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading