સૌના સાથ સૌનો વિકાસની વાતો પોકળઃ MLA જીગ્નેશ મેવાણી

News18 Gujarati
Updated: April 20, 2019, 4:18 PM IST
સૌના સાથ સૌનો વિકાસની વાતો પોકળઃ MLA જીગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય

રોજ કમાઈને રોજ ખાતા દૈનિક ફેરિયાઓ લારી ગલ્લા અને શાકભાજી છૂટક વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોના પ્રશ્નો ને લઈને આજે અમદાવાદના ઇસનપુરમાં જાહેરસભા કરી હતી.

  • Share this:
હિમાંશુ વોરા, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ઠેર ઠેર સભાઓ કરી રહ્યા છે. એક પછી એક લોભામણા વચનોની લ્હાણી થઈ રહી છે. ત્યારે રોજ કમાઈને રોજ ખાતા દૈનિક ફેરિયાઓ લારી ગલ્લા અને શાકભાજી છૂટક વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોના પ્રશ્નો ને લઈને આજે અમદાવાદના ઇસનપુરમાં જાહેરસભા કરી હતી. આ જાહેરસભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાજર રહ્યા હતા. અને તેમણે સભાને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યો હતો.

ફેરિયાઓને થતી તકલીફોને લઈને તંત્રના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફેરિયાઓ પાસે હપ્તા ઉઘરાવવામાં આવે છે અને બીજી તરફ સરકાર ફેરિયાઓને હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 12 લાખ જેટલા લારી ગલ્લા અને પાથરણા વાળાઓ છે. જો મતદારોની વાત કરીએ તો 30થી 35 લાખ મતદારોને શાંતિથી ધંધો કરવા દેતી નથી. સૌનો સાથ સૌનો વિકાસની પોકળ વાતો કરે છે. ત્યારે તેમણે સરકારી તંત્રને ચુનોતી આપી કે પોલીસ અને સરકારી અધિકારીઓ દ્વારા થતી ફેરિયાઓની કનડગત બંધ કરવી પડશે.

જે સરકારી અધિકારી કે પછી પોલીસ કર્મચારી ફેરિયાઓને હેરાન કરશે તે વડગામના ધારાસભ્ય સાથે દુશ્મની કરી રહ્યા છે. સાથે સાથે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું એક ગરીબ પોલીસ કર્મચારીઓ ફિક્સ પગાર કર્મચારીઓની સાથે છું પણ જો લારી ગલ્લાવાળાને કનડગત કરવામાં આવશે તો તેમની સામે છું.
First published: April 20, 2019
વધુ વાંચો
अगली ख़बर