જો તમારા સગા Hospitalમાં દાખલ છે અને મળવા જવું છે તો આ news ચોક્કસ વાંચી લો નહીં તો ધક્કો પડશે
જો તમારા સગા Hospitalમાં દાખલ છે અને મળવા જવું છે તો આ news ચોક્કસ વાંચી લો નહીં તો ધક્કો પડશે
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad coronavirus latest udpate news: જો આપે વેકસીન ના બંને ડોઝ (vaccine two dose) લીધા હશે તો જ સ્વજન ના ખબર લેવા હોસ્પિટલમાં પ્રવેશ મળશે. હાલમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનની (Ahmedabad Hospital and Nursing Homes Association) મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ: જો આપનું કોઈ સ્વજન હવે હોસ્પિટલમાં (hospital) દાખલ હશે અને જોઆપને તેની ખબર લેવા જવી હશે તો વેકસીન સર્ટીફીકેટની (Vaccine certificate) જરૂર પડશે. જો આપે વેકસીન ના બંને ડોઝ લીધા હશે તો જ સ્વજન ના ખબર લેવા હોસ્પિટલમાં પ્રવેશ મળશે. હાલમાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનની (Ahmedabad Hospital and Nursing Homes Association) મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ (Ahmedabad news) સહિત રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાના કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ આ કેસ વધતા કેવીરીતે રોકી શકાય તેની કામગીરીમાં લાગ્યું છે. કોરોના સામે લડવાના બે હથિયાર છે એક વેકસીનેશન અને બીજું કોરોનાના નિયમોનું કડક પણે પાલન. અને આ બંને નિયમોનું પાલન થશે તો જ કોરોનાને વધતો અટકાવી શકાશે.
આ અંગે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન ના સેક્રેટરી ડો. વિરેન શાહ જણાવે છે કે રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના કેસ વધતા આહના એ સરકાર ને પત્ર લખ્યો છે. વધતા કેસ સામે કડક કામગીરી કરવા સૂચનો આપવામાં આવ્યા છે. બહાર ના દેશોમાંથી આવતા મુસાફરો નું સઘન ચેકીંગ અને ટેસ્ટિંગ કરવાનું સૂચન પણ કરાયું છે.
બીજીતરફ કોરોના અને ઓમિક્રોનના વધતા કેસને લઈ ખાનગી હોસ્પિટલસ એસોસિએશન દ્વારા એક ખાસ બેઠક કરવામાં આવી હતી. જેમાં હવે ખાનગી હોસ્પિટલમાં દર્દી ના સગાઓ ને વેકસીન વગર નો એન્ટ્રી નો નિર્ણય કરાયો છે. દર્દી ના સગા એ વેકસીન ના બને ડોઝ લીધા હસે તો જ જે તે હોસ્પિટલમાં એન્ટ્રી મળશે.
એટલું જ નહિ વેકસીન નહિ લેનાર દર્દીના સગાને વેકસીન આપવાની વ્યવસ્થા થાય તેવા પ્રયાસ પણ કરાશે. મહત્વનું છે કે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને વેકસીન માટે જાગૃત કરવા અને કોરોનાથી બચાવવા AMTS અને BRTS બાગ બગીચાઓ અને કોર્પોરેશનની ઓફીસમાં વેકસીન લેનારને પ્રવેશનો નિર્ણય કર્યો હતો.