Home /News /madhya-gujarat /અમદાવાદ : શું AMTS બસમાં વેક્સિન સર્ટીફીકેટ ચેક થાય છે કે નહીં? જાણો કેવી છે સ્થિતિ

અમદાવાદ : શું AMTS બસમાં વેક્સિન સર્ટીફીકેટ ચેક થાય છે કે નહીં? જાણો કેવી છે સ્થિતિ

અમદાવાદ એએમટીએસ બસ

Ahmedabad AMTS- અમદાવાદની એએમટીએસ બસમાં મુસાફરી માટે વેક્સિન સર્ટીફિકેટ ફરજિયાત છે

અમદાવાદ : અમદાવાદ એએમટીએસમાં (Ahmedabad AMTS)વેક્સિન સર્ટીફિકેટનું (Vaccine certificate)ચેકિંગ થતું નથી આ અમે નહીં પરંતુ ખુદ વેક્સિન (Vaccine)સર્ટીફીકેટ લઇને બેસતા લોકો કહે છે. વિજિલન્સની ટીમ ચેકિંગ કરવા આવે છે એવા ડરથી કેટલાક લોકો તો હવે રિક્ષાની સવારી પસંદ કરવા લાગ્યા છે. આખરે શું કહાની છે લાલ બસના મુસાફરોની તમને બતાવવા જઈ રહ્યા છીએ.

અમદાવાદના (Ahmedabad)હ્યદય સમાં લાલ દરવાજા (Lal Darwaja)વિસ્તારમાં જાણવા મળ્યું કે બસ સ્ટેન્ડનું કામ ચાલતું હોવાથી લોકોને રોડ પર ઊભા રહેવું પડે છે. આ સાથે બસને આવતા પણ કલાકોનાં કલાકો વીતી જાય છે બીજી બાજુ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ટિકિટ બારી પર કે બસમાં કોઈ ચેકિંગ થતું નથી.

આ પણ વાંચો - અમદાવાદ : ધનતેરસ-લાભ પાંચમે નવી કાર છોડાવવા 70 ટકા વેઇટિંગ, જાણો શું છે કારણ

આ અંગે કૌશિક પરમારના જણાવ્યા પ્રમાણે AMTSની ટીમ રોજ રોજ ચેક કરવા આવતી નથી. ટીમ ચેકિંગ માટે આવે તો લગભગ અઠવાડિયે એકવાર આવે અને આમ પણ આપણે ત્યાં તો સબ ચલતા હૈ એવું બધાએ માની લીધું છે. દરરોજ મુસાફરી કરતા બીના બહેનના કહેવા પ્રમાણે Amtsનું સ્ટેન્ડ લાલ દરવાજા હોવાને કારણે તેઓ પરેશાન છે કારણ કે હમણાં તેનું રિનોવેશન ચાલે છે જેથી બસ લેટ આવે છે અને વેક્સિન સર્ટીફિકેટ પણ ચેક કરાતા નથી.

આ પણ વાંચો - અમદાવાદ : કાજૂ કતરી પર લાગેલ સિલ્વર પરખ અસલી છે કે નકલી, આવી રીતે જાણો

એએમટીએસમાં મુસાફરો બદલાય છે પરંતુ બદલાયેલા નિયમોને અનુસરવું કદાચ ટીમને ગમતું જ નથી એટલે જ ચેકિંગ રોજ રોજ થતું નથી. આમ કાયદો કરનાર AMC પોતાનાં જ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમટીએસ વિભાગને ઉલ્લંઘન કરતી રોકી શકતી નથી.

આ પણ વાંચો - મોરબી : મામાના ઘરે આવ્યા હતા દિવાળી કરવા પણ મળ્યું મોત, બે ભાણેજ સહિત ત્રણના ડૂબી જવાથી મોત

બીજી તરફ અમદાવાદના આરટીઓ પાસે આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં લાઇનમાં ઉભેલા તમામ લોકો પાસેથી સર્ટીફિકેટ માટે ખાતરી કરવામાં આવે છે ચેક પણ થાય છે અને ત્યારબાદ ટિકિટ આપવામાં આવે છે. જોકે મુસાફરો અને સિક્યોરિટી ગાર્ડને આ બધું ટાઈમ વેસ્ટ લાગે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad AMTS, Vaccine Certificate, અમદાવાદ, એએમટીએસ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन