Home /News /madhya-gujarat /

coronavirus: 3 જાન્યુઆરીથી સ્કૂલોમાં વેક્સિનેશન, જાણો અમદાવાદમાં કેવી છે તૈયારી

coronavirus: 3 જાન્યુઆરીથી સ્કૂલોમાં વેક્સિનેશન, જાણો અમદાવાદમાં કેવી છે તૈયારી

આગામી 3 જાન્યુઆરીથી તમામ સ્કૂલોમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન (Coronavaccine)આપવામાં આવશે

Ahmedabad coronavirus Cases : અમદાવાદના 2 લાખ 26 હજાર વિદ્યાર્થીઓની યાદી આરોગ્ય વિભાગને સોંપાઇ

અમદાવાદ : આગામી 3 જાન્યુઆરીથી તમામ સ્કૂલોમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન (Coronavaccine)આપવામાં આવનાર છે ત્યારે તમામ સ્કૂલોમાં તૈયારીઓ (Vaccination school)કરી દેવામાં આવી છે. કેવી રીતે આરોગ્ય વિભાગની ટીમ શાળાઓમાં જઈને 15થી18 વર્ષની વયના વિદ્યાર્થીઓને કેવી રીતે વેકસીન આપશે, શાળાઓમાં કેટલા રૂમ વેક્સિનેશન માટે ફાળવાયા, શું શું પ્રક્રિયા હાથ ધરાશે તે વિગતો પણ જાણવી જરૂરી છે. કોરોનાના (coronavirus Cases) કેસ ધીરે ધીરે વધી રહ્યા છે અને હવે તો કોરોનાના સંક્રમણથી શાળાના વિદ્યાર્થીઓ પણ બાકાત રહ્યા નથી.

કોરોનાનું સંક્રમણ વધે તે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વયના બાળકો માટે વેક્સિનની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં ધોરણ10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે જેથી સંક્રમણ વધે તે પહેલાં બાળકોને વેક્સિનથી સુરીક્ષિત કરવાનો સરકારનો નિર્ણય આવકાર દાયક છે. કોરોના સામે લડવા માટે ફક્ત વેક્સિનેશસન જ હથિયાર છે ત્યારે આગામી સોમવારથી રાજ્યની તમામ શાળાઓમાં 15 વર્ષથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે.

આ પણ વાંચો - AAP ના નેતા ઇસુદાન ગઢવીની મુશ્કેલી વધી, દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 1.22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 1,0,4000 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે વેક્સિનેશન માટે તમામ સ્કૂલોમાં ત્રણથી ચાર રૂમ ફાળવવાની સૂચના આપવામાં આવી છે. વેક્સિનેશનને લઈને સ્કૂલોમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલ સંચાલક દ્વારા ત્રણ ક્લાસમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ વેક્સિન લે તે માટે શિક્ષકોને તેની જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો - રાજકોટ : કોરોના નિયમોનો ભંગ કરી યુનિવર્સિટીમાં યુવક યુવતીઓએ કરી થર્ટી ફર્સ્ટની પાર્ટી, જુઓ વાયરલ Video

ઓનલાઇન ક્લાસમાં વાલીઓ બાળકોને વેક્સિનેશન અપાવે તેની પણ જાણકારી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ હળવો નાસ્તો કરીને આવે તે અંગે પણ સૂચના આપવામાં આવી છે. હાલ તો અમદાવાદમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે વાલીઓ બાળકોને વેકસીન અપાવે છે કે વેઇટ એન્ડ વોચ તરફ આગળ વધે છે તે જોવું રહ્યું.

રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે શુક્રવારે 24 કલાકમાં કોરોના વાયરસના નવા 654 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં 311 કેસ, સુરત શહેરમાં 97, વડોદરા શહેરમાં 38, આણંદમાં 21, રાજકોટ શહેરમાં 21, સુરત જિલ્લામાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચ જિલ્લામાં 9, ગાંધીનગરમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, અમદાવાદ જિલ્લામાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 6, કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 5, મહીસાગરમાં 5, મહેસાણામાં 5, અમરેલીમાં 4, મોરબીમાં 4, તાપીમાં 4, પોરબંદરમાં 3, સાબરકાંઠામાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, અમદાવાદ

આગામી સમાચાર