Home /News /madhya-gujarat /

AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઈ સુધી આવેદન કરી શકાશે

AMCમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતી, 11 જૂલાઈ સુધી આવેદન કરી શકાશે

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ વ્યક્તિ જોબ માટે એપ્લાય કરી શકશે.

    ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્કની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા માટે કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટો ઉમેદવારી નોંધાવી શકશે. કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારના ત્રણ વર્ષ સુધી ફિક્સ વેતન આપવામાં આવશે. જે ઉમેદવારની ઉંમર 33 વર્ષ સુધીની હોય તેઓ આ નોકરી માટે એપ્લાય કરી શકશે.

    AMCની જાહેરાત મુજબ ઉમેદવારને 3 વર્ષ સુધી ફિક્સ પે મેટ્રીક મુજબ રૂપિયા 19950 વેતન આપવામાં આવશે ત્યારબાદ તેની કામગીરીની ધ્યાનમાં રાખી 19900-63,200 લેવલ-2 પે મેટ્રીક્સ મુજબ વેતન આપવામાં આવશે. આ જગ્યા માટે ઉમેદવારો 11મી જૂલાઈ સાંજે 5.30 સુધી એપ્લાય કરી શકશે. આ જગ્યાની ભરતી માટે સત્તાવાર માહિતી આ https://ahmedabadcity.gov.in//      Visit Recruitment & Results link and on “Apply Online”  પરથી આગામી દિવસોમાં જાણી શકાશે. 

    આ પણ વાંચો :  CNG સહભાગી યોજના હેઠળ રાજ્યમાં નવા 300 CNG પંપ શરૂ કરાશે

    લાયકાત
    આ નોકરી માટે કોઈ પણ વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર એપ્લાય કરી શકશે. ઉમેદવાર સરકારના નિયમો મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ધોરણ 10-12, સ્નાતક, અનુસ્નાતક ડિગ્રીમાં કોમ્પ્યુટર વિષય તરીકે હશે તો પણ માન્ય ગણાશે. ઉમેદવારની ઉંમર 33 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ.

    અરજી કરવા માટે
    આ જગ્યા માટે ઉમેદવારી નોંઘાવા માંગતા ઇચ્છુકો www.ahmedabadcity.gov.in પરથી ઓનલાઇન એપ્લાય કરી વધુ માહિતી મેળવવાની રહેશે. સહાયક જુનિયર ક્લાર્કની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં 100 માર્કસનું પેપર પુછાશે. ભરતીની જાહેરાત મુજબ આ પેપરમાં જનરલ નોલેજ, ગુજરાતી ગ્રામર અને સાહિત્ય, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ અને લોજીક, બેઝિક કમ્પ્યુટર અને અમદાવાદ શહેર વિશે પ્રશ્નો પૂછાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Clerck, Jobs, Vacancy, અમદાવાદ મહાનગરપાલિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन