ઉઝબેકીસ્તાનની મહિલાએ પુત્રી બિમાર હોવાથી પાસપોર્ટ મેળવવા કોર્ટમાં અરજી કરી

News18 Gujarati
Updated: October 25, 2019, 11:16 PM IST
ઉઝબેકીસ્તાનની મહિલાએ પુત્રી બિમાર હોવાથી પાસપોર્ટ મેળવવા કોર્ટમાં અરજી કરી
ઉઝબેકીસ્તાનની મહિલાએ પુત્રી બિમાર હોવાથી પાસપોર્ટ મેળવવા કોર્ટમાં અરજી કરી

છ વર્ષથી અટવાયેલી માતા બિમાર પુત્રની મળવા માંગે છે

  • Share this:
સંજય જોષી, અમદાવાદ: ઉઝબેકીસ્તાન -ગુજરાત વચ્ચેના ઉમદા સંબધો ચર્ચામાં છે ત્યારે કોર્ટ કેસના કારણે 6 વર્ષથી અટવાયેલી ઉઝબેકીસ્તાનની મહિલાએ વતન પરત ફરવા માટે કોર્ટમાં પાસપોર્ટ પાછો મેળવવા અરજી કરી છે. પોતાની પુત્રી બિમાર હોવાથી પોતે 30 દિવસ માટે વતન જવા ઈચ્છે છે તેવી અરજી આ મહિલાએ અદાલત સામે કરી છે. સરકારે આ અરજીનો કોર્ટમાં વિરોધ કરતા કોર્ટે તેની અરજીની ફગાવી દીધી છે.

આ કેસની વિગત એવી છે કે બોપલ પોલીસે વર્ષ 2014માં ઉઝબેકીસ્તાનની 3 મહિલા સામે વિઝા પુરા થયા બાદ ગેરકાયદે વસવાટનો કેસ કર્યો હતો. 6 વર્ષથી મહિલા ઉઝબેકીસ્તાનમાં રહેલી તેની બિમાર પુત્રી પાસે જઈ શકી નથી. સાથી મહિલા આરોપી નાસી છુટતા કેસ ચાલી રહ્યો નથી. ત્યારે તેનો જમા થયેલ પાસપોર્ટ 30 દિવસ માટે પરત મેળવવા મહિલાએ કોર્ટમાં ફરી અરજી કરી છે.

ઉઝબેકીસ્તાનના ઉરગેન્ચ શહેરના ખોરાજમ વિલોયાતી વિસ્તારમાં રહેતી બેકમેટોવા ઉમીદા સુન્ની 2013માં નોકરી કરવા ભારત આવી હતી. તેણે વિઝા લીધા હતા. તેના વિઝા પતી ગયા બાદ પણ ગેરકાયદેસર રહેવા લાગી હતી. 2014માં તે અમદાવાદમાં રહેવા આવી ગઈ હતી અને વિદેશી મહિલાઓ મહીના અને ઉમિદા સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન બોપલ પોલીસને બાતમી મળી હતી કે કેટલીક વિદેશી મહિલાઓ પરમીટ વિના અમદાવાદમાં રહે છે. પોલીસે રેડ કરી બેકમેટોવા અને મદીનાને ઝડપી તેમની સામે ફેરેનર્સ એક્ટ હેઠળ કેસ કર્યો હતો. ચાર મહિના સુધીના જેલવાસ બાદ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા સહીતની શરતો હેઠળ જામીન આપ્યા હતા. ત્યારથી બેકમેટોવાનો પાસપોર્ટ કોર્ટમાં જમાં છે અને તે દર મુદ્દતે હાજર રહે છે. પરંતુ અન્ય આરોપી મહિલા ફરાર થઈ જતા કેસ ચાલતો નથી.

આ કેસમાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓની અટક થયેલી છે અને ફોરેન એક્ટ નીચેનો ગુનો છે. એમાં જે મહીલાએ જામીન અરજી માટે અરજી કરેલી એ ટેમ્પરરી વચગાળાની જામીન અરજી હતી. એમાં એને પુત્રીને બીમારીનુ કારણ મુકી અને તેમને કોર્ટમાં અરજી કરેલી કે મને મારા દેશમાં જવા દો. અહીયા એમનો પાસપોર્ટ જમા છે એટલે પાસપોર્ટની માંગણી કરેલી. પરંતુ એમાં જે એક મહિલા જે વિક્ટીમ છે. તેમનો કોઈ અતોપતો નથી. ત્યારે આમને જો જવા દેવામા આવે તો ફરી પાછા ભારત આવે નહી અને આ કેસ ચાલી શકે નહી. એટલે મારી આવી રજુઆત હતી જે કોર્ટે ગ્રાહ્ય રાખી અને તેમની અરજી નામંજુર કરી હતી.
First published: October 25, 2019, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading