ગોઝારી ઉત્તરાયણ : પતંગ-દોરીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, ડઝન જેટલા લોકોનાં ગળાં કપાયાં

News18 Gujarati
Updated: January 14, 2020, 2:29 PM IST
ગોઝારી ઉત્તરાયણ : પતંગ-દોરીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, ડઝન જેટલા લોકોનાં ગળાં કપાયાં
વડોદરામાં સાતમાં માળેથી પટકાયેલા કિશોર કરણ રાઠોડનું મોત થયું હતું. ઇન્સેટ તસવીરમાં કરણ રાઠોડ

વડોદરામાં સાતમાં માળેથી પટાકાતા કિશોરનું મોત, અમદાવાદમાં દોરીથી બચવા જતા યુવક મોત, 108ને 12 વાગ્યા સુધીમાં 1035 ઇર્મજન્સી કોલ મળ્યા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણની મોજ મસ્તી અકસ્માતોમાં મોત થવાની ઘટનાઓ બની છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં અત્યારસુધીમાં અકસ્માતે બે યુવાનનાં મોત થઈ ગયા છે. વડોદરા શહેરમાં પતંગ લેવા જતા સાતમાં માળેથી પટકાતા યુવકનું મોત થયું છે. અમદાવાદમાં પતંગની દોરીથી બચવા જતા બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત થયું છે. અમદાવાદના અકસ્માતમાં એક વાહન ચાલક પાછળ બેસેલા વ્યક્તિના હાથમાં રહેલો થેલો પડી જતા તેમાંથી બિયરના ટીન પણ પછડાયા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ને રાજ્યભરમાંથી 1305 ઇર્મજન્સી કોલ મળ્યા હતા.

વડોદરા : શહેરના સયાજીપુરામાં બંસી હાઇટ્સમાં રહેતો 16 વર્ષનો કિશોર ધાબા પરથી પટકાયો હતો. પતંગ લેવા માટે પાછળ દોડેલા કરણ રાઠોડનું મોત થયું હતું. કરણે અકસ્માતના થોડ સમય પહેલાં જ એક સેલ્ફી પણ ક્લિકકરી હતી. આ ઘટનાક્રમમાં રાઠોડ પરિવારમાં મામત છવાઈ ગયો હતો. કિશોરના મોતની જાણ થતાં જ આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. સમગ્ર સયાજીપુરા વિસ્તારમાં કિશોરના મોતના સમાચારો વાયુવેગે પ્રસરીજતા હાહાકાર મચી ગયો હતો.

રામોલમાં થયેલા અકસ્માતમાં બાઇક સાથે બિયર ભરેલો થેલો પણ મળી આવ્યો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે બિયરના ટીન રોડના છેડા સુધી ફેંકાયાં હતા. તસવીર સૌજન્ય હર્ષદ પટેલ


અમદાવાદ : અમદાવાદના રામોલ રિંગ રોડ વિસ્તારમાં બાઇક ચાલકો વચ્ચે અકસ્માત થયો હતો. પતંગની દોરથી બચવા જતા એક યુવકે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. નજરે જોનારા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે બેને ઇજા પહોંચી છે. અકસ્માત બાદ એક બાઇક પરથી નીચે પડી ગયેલા થેલામાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા.

અરવલ્લી : ભિલોડાના ભૂતાવડમાં યુવાન ધાબા પરથી નીચે પટકાયો. પતંગ ચગાવતી વખતે 22 વર્ષીય યુવાન નીચે પટકાયો. માથામાં પાંચ ટાંકા અને હાથ પર થઈ ઇજા ઘાયલ યુવાનને હૉસ્પિટલમાં ખસેડાયો

શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની નેહાને મોઢા પર ચાઈનીઝ દોરી વાગવાના કારણે સિવિલમાં લઈ જવાઈ હતી
અમદાવાદમાં ચાઇનીઝ દોરીએ ત્રણના ગળાં-નાક કાપ્યા

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની નેહાને મોઢા પર ચાઈનીઝ દોરી વાગવાના કારણે સિવિલમાં લઈ જવાઈ હતી.જ્યારે 40 વર્ષના રાજેન્દ્રસિંહ ખાલસા ને આઇઆઇએમ પાસે ગળા પર દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા તો 23 વર્ષના વરુણ પટેલ ને દોરી વાગવાથી સિવિલ સારવાર માટે મોકલાયા.

પતંગની દોરીના કારણે રાજ્યમાં એક ડઝન જેટલા લોકોનાં ગળા કપાયા હોવાના બનાવો બન્યા છે.


108ને 12 વાગ્યા સુધીમાં 1035 ઇર્મજન્સી કોલ મળ્યા

ઉલ્લેખનીય છે કે 12 વાગ્યા સુધીમાં 108ને સમગ્ર રાજ્યમાંથી 1305 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108નો એક કેસ વધારે સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમમાં બે વ્યક્તિના મોતનાં સમાચાર છે.

ડઝન જેટલા લોકોના ગળા કપાયા!

રાજ્યમાં ગઈકાલે સાંજથી લઈને આજ બપોર સુધી ઘટેલી જુદી જુદી ઘટનામાં પતંગની કાતિલ દોરીના કારણે એક ડઝન જેટલા લોકોનાં ગળા કપાયા છે. ચાઇનીઝ દોરીએ અને કાતિલ માંઝાએ રાજ્યમાં અનેક ઘરોમાં ઉત્તરાયણને માતમમાં બદલી નાખી હતી.
First published: January 14, 2020, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading