Home /News /madhya-gujarat /

અખિલેશ અંગે સવાલ પુછાયો અને મુલાયમસિંહે પ્રેસ કોન્ફરન્સમાંથી ચાલતી પકડી

અખિલેશ અંગે સવાલ પુછાયો અને મુલાયમસિંહે પ્રેસ કોન્ફરન્સમાંથી ચાલતી પકડી

સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય ધમાસાણ વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાના દાવા સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં શરૂઆતમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે એકાએક ઉભા થઇ ગયા હતા અને ચાલતી પકડી હતી.

સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય ધમાસાણ વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાના દાવા સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં શરૂઆતમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે એકાએક ઉભા થઇ ગયા હતા અને ચાલતી પકડી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા રાજકીય ધમાસાણ વચ્ચે સમાજવાદી પાર્ટી દ્વારા ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાના દાવા સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં શરૂઆતમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા બાદ સમાજવાદી પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે એકાએક ઉભા થઇ ગયા હતા અને ચાલતી પકડી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચેના આંતરિક ડખામાં સમાજવાદી પાર્ટીમાં ડખો થયો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ભારે નાટક બાદ પાર્ટી દ્વારા એવો દાવો કરાઇ રહ્યો છે કે સમાધા થઇ ગયું છે. આ અંતર્ગત આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રારંભે વિગતો આપ્યા બાદ પત્રકારો સાથે સવાલ જવાબ કરાયા હતા. જેમાં શરૂઆતમાં કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જોકે એક પત્રકાર દ્વારા એવો સવાલ પુછાયો હતો કે શું આગામી ચૂંટણી અખિલેશ યાદવના નેતૃત્વમાં લડાશે કે કેમ? આ સવાલનો ગોળ ગોળ જવાબ આપ્યા બાદ મુલાયમસિંહ એકાએક ઉભા થઇ ગયા અને ચાલુ પ્રેસ કોન્ફરન્સે ચાલ્યા ગયા હતા.

મંગળવારે બપોરે સપાના કાર્યાલય ખાતે મુલાયમસિંહે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં બરતરફ કરાયેલા તમામ નેતાઓની હાજર સૂચક રહી હતી.

પાર્ટીમાં આ નેતાઓના પરત ફરવાની અટકળો થઇ રહી છે ત્યાં ચોંકાવનારી વાત એ રહી કે આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં મુલાયમસિંહે કહ્યું કે, અમારો પરિવાર એક છે. પાર્ટી એક છે. પુરી તાકાતથી તમામ નેતાઓ એક છે. પાર્ટીમાં કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ અખિલેશ મુખ્યમંત્રી બની રહેશે.

પ્રેસ કોન્ફરન્સની મહત્વની 15 વાતો

#ષડયંત્ર કરનારાઓને જનાધાર નહીં

#બરતરફ કરાયેલા મંત્રીઓનો નિર્ણય મુખ્યમંત્રી પર છોડ્યો છે

#જનતા માટે કામ કરતો રહીશ, મારા સમગ્ર રાજકીય જીવન જનતાના કલ્યાણ માટે

#લોહિયાજીના રસ્તે જ ચાલતો આવ્યો છું.

#અખિલેશ યાદવ મુખ્યમંત્રી છે અને રહેશે

#તમામ નેતાઓ એક છે

#અમરસિંહને વચ્ચે કેમ લાવો છો

#અમારો પરિવાર એક છે, પાર્ટી એક છે

#જનતા માટે કામ કરી રહ્યો છું

#અખિલેશના સીએમ પદ પર કોઇ આપત્તિ નથી

#રામગોપાલની વાતને કંઇ મહત્વ આપતો નથી

#કેટલાક લોકો ષડયંત્ર કરી રહ્યા છે

#બહુમત બાદ જ થશે સીએમનો ફેંસલો

#હવે બે મહિના માટે શું વિચાર કરવો, અખિલેશ જ સીએમ રહેશે

#અમારી પાર્ટી લોકતાંત્રિક છે

First published:

Tags: અખિલેશ યાદવ, મુલાયમસિંહ યાદવ, રાજકીય સંકટ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन